આઇસી15 ઇન્ડેક્સ પાંચ ટકા ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ આઇસી15ના ઘટકોમાંથી ડોઝકોઇન, એક્સઆરપી, સોલાના અને પોલીગોન સાતથી દસ ટકાની રેન્જમાં ઘટ્યા હતા. બીજા બધા કોઇનમાં પણ ઓછા-વત્તા અંશે ઘસારો લાગ્યો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન હવે 800 અબજ ડોલરની નીચે પહોંચી ગયું છે. બિટકોઇનનો ભાવ પણ 16,073 ડોલર થઈ ગયો છે.

એફટીએક્સના ધબડકા બાદ હવે ક્રીપ્ટોકરન્સી માર્કેટના નિયમન માટેની માગ જોરશોરથી થઈ રહી છે. જો બાઇડન અને જી-20 સમૂહના નેતાઓએ બાલીમાં ભરાયેલી સમૂહની બેઠકમાંથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે લોકોમાં ક્રીપ્ટોનાં જોખમો વિશે જાગરૂકતા લાવવાની જરૂર છે.

દરમિયાન, એફટીએક્સે નાદારી નોંધાવતી વખતે અદાલતને જણાવ્યું છે કે એણે ટોચના 50 ક્રેડિટર્સને કુલ 3.1 અબજ ડોલર ચૂકવવાના છે. આ દસ્તાવેજ મુજબ એફટીએક્સના કુલ ક્રેડિટર્સની સંખ્યા 10 લાખ છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 5.11 ટકા (1,261 પોઇન્ટ) ઘટીને 23,404 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 24,665 ખૂલીને 24,683ની ઉપલી અને 23,177 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
24,665 પોઇન્ટ 24,683 પોઇન્ટ 23,177 પોઇન્ટ 23,404 પોઇન્ટ

ડેટાનો સમયઃ 21-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]