IC15-ઇન્ડેક્સ 874-પોઇન્ટ (1.31%) ઘટીને 65,999 બંધ રહ્યો

ફેડરલ રિઝર્વની નાણાં નીતિ વ્યાજદરના વધારા તરફ જઈ રહી છે એને કારણે બિટકોઇન અને એથેરિયમ જેવી ક્રીપ્ટોકરન્સીના મૂલ્યમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રોકાણકારો વધુ જોખમ ધરાવતી ઍસેટ્સથી વિમુખ થઈ રહ્યા છે. પરિણામે, બિટકોઇન અને એથેરિયમના ફ્યુચર્સમાં પણ ઊભાં ઓળિયાંનું પ્રમાણ ઘટી ગયું છે અને આ બન્ને સૌથી મોટી ક્રીપ્ટોકરન્સીના ભાવમાં ઘટાડો થયો છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે સૌથી જૂની ક્રીપ્ટોકરન્સી બિટકોઇનનું મૂલ્ય 0.74 ટકા ઘટીને 42,774 ડૉલર થયું હતું, જ્યારે તેના પછીના ક્રમે આવતી એથેરિયમમાં 1.6 ટકાના ઘટાડા સાથે મૂલ્ય 3,270 ડૉલર રહ્યું હતું. ક્રીપ્ટોકરન્સીનું વૈશ્વિક માર્કેટ કૅપિટલાઇઝેશન 0.8 ટકા ઘટીને 2.05 ટ્રિલ્યન ડૉલર થયું હતું.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
66,873 પોઇન્ટ 67,495 પોઇન્ટ 65,434 પોઇન્ટ 65,999 પોઇન્ટ

ડેટાનો સમયઃ 17-1-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)