બજેટ પૂર્વે મોબાઈલ ફોન ઉદ્યોગની માગણીઓ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નાણાં પ્રધાન નિર્મલા સીતારામન કેન્દ્રીય બજેટ-2022ને આખરી ઓપ આપવાના કાર્યમાં વ્યસ્ત છે ત્યારે મોબાઈલ ફોન ઉદ્યોગે કેટલીક અપેક્ષાઓ વ્યક્ત કરી છે. ઉદ્યોગના મહારથીઓ ઈચ્છે છે કે સરકાર મોબાઈલ ફોન બનાવવા માટે વપરાતા છૂટા ભાગો પરની આયાત જકાત ઘટાડવામાં આવે, કારણ કે છૂટા ભાગો પર વેરા વધારવાથી ભારતમાં PLI (પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ) સ્કીમ હેઠળ નિર્મિત ઉત્પાદનો માટે વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ટકી રહેવાનું કઠિન બની જશે.

ઉદ્યોગની સંચાલક ઈન્ડિયા સેલ્યૂલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન સંસ્થાની બીજી માગણી એ છે કે જીએસટી 18 ટકા પરથી ઘટાડીને ફરી 12 ટકા કરવામાં આવે, કારણ કે જીએસટીમાં છ ટકાનો વધારો થવાથી સ્થાનિક બજાર તથા ઉત્પાદકોનો વિકાસ રૂંધાઈ જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]