મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે પોલીગોન, યુનિસ્વોપ, પોલકાડોટ અને કાર્ડાનો 3થી 5 ટકાની રેન્જમાં ઘટ્યા હતા. આઇસી15 ઇન્ડેક્સના ઘટકોમાંથી ફક્ત લાઇટકોઇન થોડો વધ્યો હતો. માર્કેટનું કેપિટલાઇઝેશન 824 અબજ ડોલર થયું છે.
અલ સાલ્વાડોરના પ્રમુખ નયિબ બુકેલેએ ટ્વીટર પરના એક સંદેશમાં કહ્યું છે કે દેશમાં આવતી કાલથી દરરોજ એક બિટકોઇન ખરીદવામાં આવશે. દેશ પાસે આજની તારીખ 375 મિલ્યન ડોલર મૂલ્યના બિટકોઇન છે.
દરમિયાન, ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગને ભવિષ્યનો અંદાજ આવે એ માટે કાયદાઓ ઘડાવાની પ્રતીક્ષા છે. હોંગકોંગ અને સિંગાપોરે ક્રીપ્ટોકરન્સીના ઇનોવેશનને સમર્થ આપતાં નીતિવિષયક નિવેદનો જાહેર કર્યાં છે. ઓસ્ટ્રેલિય સ્ટોક એક્સચેન્જે બ્લોકચેઇન પ્રોજેક્ટ પડતો મૂકવાનું જાહેર કર્યું છે. આ પ્રોજેક્ટ પાછળ છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ 170 મિલ્યન ઓસ્ટ્રેલિયન ડોલરનો ખર્ચ થયો છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.98 ટકા (494 પોઇન્ટ) ઘટીને 24,428 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 24,922 ખૂલીને 24,979ની ઉપલી અને 24,272 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
24,922 પોઇન્ટ | 24,979 પોઇન્ટ | 24,272 પોઇન્ટ | 24,428 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 17-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |