મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટ મંગળવારે ફ્લેટ રહી હતી. રોકાણકારો હાલ ફેડરલ ઓપન માર્કેટ કમિશનની બેઠકની પ્રતીક્ષા કરી રહ્યા છે. એમાં જાહેર થનારી નીતિના આધારે બજારના સહભાગીઓ આગળનું પગલું ભરશે. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટકોમાંથી લાઇટકોઇન અને અવાલાંશને બાદ કરતાં તમામ કોઇન ઘટ્યા હતા. પોલીગોન, સોલાના, ચેઇનલિંક અને કાર્ડાનોમાં 2થી 4 ટકાનો ઘટાડો થયો હતો.
દરમિયાન, રોમાનિયા રાષ્ટ્રીય સ્તરનું એનએફટી (નોન ફંજિબલ ટોકન) ટ્રેડિંગ પ્લેટફોર્મ લોન્ચ કરી રહ્યું છે. એનો ઉદ્દેશ્ય દેશમાં વેબ3 ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. બીજી બાજુ, ચીન ડિજિટલ યુઆનનો ઉપયોગ સરહદ પારના પેમેન્ટ માટે કરવાની તૈયારી કરી રહ્યું છે. યુરોપિયન સેન્ટ્રલ બેન્ક પણ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી પર કામ કરી રહી છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.14 ટકા (53 પોઇન્ટ) ઘટીને 37,843 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,896 ખૂલીને 38,208ની ઉપલી અને 37,557 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.