નવી દિલ્હીઃ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીપ્રધાન અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય કક્ષાના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટીપ્રધાન રાજીવ ચંદ્રશેખરે એક વિઝન દસ્તાવેજ જારી કર્યો છે, જેમાં આગામી ચાર વર્ષોમાં દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે રોડમેપ તૈયાર કર્યો છે. આ ઉપરાંત તેમણે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અને નિકાસ માટે 2026 સુધી ચાર ગણું કરીને 300 અબજ ડોલર રાખવાનું લક્ષ્ય છે. આ અહેવાલનો ડ્રાફ્ટ ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિયેશન (ICEA) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
આ અહેવાલમાં 300 અબજ ડોલરનું ઉત્પાદન અને 120 અબજ ડોલરની નિકાસ માટે ઉત્પાદન એકમ સ્થાપિત કરવામાં આવશે, એમ ચંદ્રશેખરે કહ્યું હતું, જ્યારે વૈષ્ણવે કહ્યું હતું કે ઉદ્યોગની ચિંતાઓને ઇન્ફોર્મેશન અને ટેલિકોમ મંત્રાલયો દ્વારા સંયુક્ત રીતે નિયમ દ્વારા દૂર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે 40,000થી એક લાખ જેવા કામદારોને કામ પર રાખતી ફેક્ટરીઓની સુવિધા માટે લેબર મંત્રાલય સાથે ચર્ચા કરવામાં આવશે.
આ અહેવાલમાં વિવિધ ઉત્પાદનો માટે વાર્ષિક વિગતવાર અને ઉત્પાદન વિશે અંદાજો આપવામાં આવ્યા છે, જે દેશના હાલના 75 અબજ અમેરિકી ડોલરથી વધીને 300 અબજ ડોલરના મૂલ્યના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પાવર હાઉસના રૂપમાં તબદિલ કરવાની રાહ સરળ કરશે, જેમાં મોબાઇલ ફોન, આઇટી હાર્ડવેર (લેપટોપ, ટેબ્લેટ), કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ (ટીવી, ઓડિયો) ઓદ્યૌગિક ઇલેક્ટ્રોનિક્સ પણ સામેલ છે.
We aim to move forward with ‘All of the Govt’ approach towards realising the target of $300 Billion for the Electronics Manufacturing industry. pic.twitter.com/zzzeTDYV6T
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 24, 2022
વળી, વિઝન દસ્તવેજ મુજબ ઘરેલુ ઇલેક્ટ્રોનિકસ ઉત્પાદન બજાર 67 અબજ ડોલરથી 74 અબજ ડોલર વચ્ચે છે, જે આગામી ચાર વર્ષમાં ચાર ગણું કરવામાં આવવાની શક્યતા છે.