સરકારે વોડાફોન અને આઈડિયા સેલ્યુલરના મર્જરને આખરે મંજૂરી આપી દીધી છે. તો આ સાથે જ દેશની સૌથી મોટી મોબાઈલ ઓપરેટર કંપની બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ નવી કંપની પાસે 35 ટકા માર્કેટ શેર અને લગભગ 43 કરોડ સબ્સક્રાઈબર્સ હશે. હવે બંન્ને કંપનિઓને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સાથે સંપર્ક કરવો પડશે.
આઈડિયા સેલ્યુલર અને વોડાફોન ઈંડિયા દ્વારા મોબાઈલ બિઝનેસના મર્જર માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને સંયુક્ત રૂપે 7,268.78 કરોડ રૂપીયાની ચૂકવણી કર્યા બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે મર્જર માટે મંજૂરી આપી દેવામાં આવી છે અને હવે એન્ટિટીઝ મંજૂરી સાથે જોડાયેલા નિર્ધારિત ફાઈલિંગ માટે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝનો સંપર્ક કરશે. આને મર્જર સાથે જોડાયેલી અંતિમ ઔપચારિકતા માનવામાં આવે છે.
ડીટીઓએ મર્જર માટે 9 જુલાઈના રોજ સશર્ત મંજૂરી આપી હતી અને બંન્ને કંપનિઓને અધિકારીક રીતે મર્જર માટે પહેલા કરવામાં આવેલી ડિમાન્ડની ભરપાઈ કરવા જણાવાયું હતું.
આઈડિયા સેલ્યુલરે બે દિવસ પહેલા અધિકારિક રીતે એ વાતની પુષ્ટી કરતા જણાવ્યું કે આઈડિયા સેલ્યુલર અને વોડાફોને વિરોધ વ્યક્ત કરતા ડીઓટીની માંગણી પૂરી કરી હતી. ડીટીઓને 3,926.34 કરોડ રૂપીયા કેશ અને 3,322.44 કરોડ રૂપીયાની બેંક ગેરંટી આપી હતી.
આઈડિયા અને વોડાફોનનું જોડાણ થવાથી 23 અરબ ડોલર એટલેકે 1.5 લાખ કરોડ રૂપીયાથી વધારેની દેશની સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર કંપની સામે આવશે જેની પાસે 35 ટકા માર્કેટ શેર અને આશરે 43 કરોડનો સબ્સક્રાઈબર બેઝ હશે.
બંને કંપનીઓના જોડાણથી દેવાના બોજ તળે દબાયેલી આઈડિયા અને વોડાફોનને પ્રતિસ્પર્ધામાંથી પસાર થઈ રહેલા માર્કેટમાં સારી રાહત પ્રાપ્ત થશે. આ માર્કેટમાં કંપનીઓને માર્જિનમાં ઉણપની સમસ્યાથી ઝઝુમવું પડશે.
નવી કંપની પાસે દેશના તમામ ટેલીકોમ સર્કલ્સમાં 4જી સ્પેક્ટ્રમ હશે. આઈડિયા દ્વારા આપવામાં આવેલા પ્રેઝન્ટેશન અનુસાર બંન્ને કંપનિઓના સંયુક્ત 4જી સ્પેક્ટ્રમથી 12 ભારતીય માર્કેટમાં 450 મોગાબાઈટ પ્રતિ સેકંડ બ્રોડબેંડ સ્પીડની ક્ષમતા હશે.