ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત 31 ઓગસ્ટ સુધી લંબાવાઈ

નવી દિલ્હી – જેમણે હજી સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું નથી, એમને માટે આનંદના સમાચાર છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે કેન્દ્ર સરકારે મુદતને આવતી 31 ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે.

કેન્દ્રીય નાણાં મંત્રાલયે પસંદગીની કેટેગરી માટે ઈન્કમ ટેક્સ રિટર્નની ડેડલાઈનને 1 મહિનો લંબાવી દીધી છે.

ITR ફાઈલિંગની ડેડલાઈન આ પહેલાં 31 જુલાઈ હતી, પણ હવે એને 31 ઓગસ્ટ કરી દેવામાં આવી છે. નાણાં મંત્રાલયે ટ્વીટ કરીને આ જાહેરાત કરી છે.

જે કરદાતાઓ ડેડલાઈન સુધીમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નહીં કરે એમને 5000 રૂપિયા સુધીની પેનલ્ટી ભરવી પડશે. ગયા વર્ષે આવો કોઈ દંડ નહોતો, પણ આ વર્ષે વિલંબ કરનારાઓને ફટકારવામાં આવશે.

રૂ. પાંચ લાખથી ઓછી આવકવાળા કરદાતાઓ માટે દંડની રકમ રૂ. 1000 છે.

ડેડલાઈન પૂરી થયા બાદ ફાઈલ કરાયેલા રિટર્નની તારીખના આધારે કરદાતાઓને રૂ. 1000, રૂ. 5000 અને રૂ. 10,000નો દંડ કરવામાં આવશે.

httpss://twitter.com/FinMinIndia/status/1022457026163630080