બિટકોઈનમાં 2013 પછીનો સૌથી મોટો કડાકો

લંડન/ટોકિયો– ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં બિટકોઈનના ભાવમાં ભારે ઉછાળો આવ્યો હતો. તે બિટકોઈનના ભાવમાં આ સપ્તાહે માત્ર પાંચ દિવસમાં જ 1/3 જેટલો ઘટાડો આવ્યો હતો. રવિવારે બિટકોઈનનો ભાવ 20,000 ડૉલર હતો, જે આજે ગગડીને 13,000 ડૉલર સુધી પહોંચી ગયો છે. ડિસેમ્બર આખર નજીક હોવાથી બિટકોઈનમાં ઊંચા મથાળે ભારે પ્રોફિટ બૂકિંગ આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.આ વર્ષની શરૂઆતમાં 1000 અમેરિકી ડૉલરની કીમતથી ટ્રેડ કરતો બિટકોઈન આ વર્ષે સતત વધી રવિવારે 19,666 ડૉલર રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો હતો. પણ રવિવાર પછી બિટકોઈનમાં ગાબડુ પડવું શરૂ થયું હતું. શુક્રવારે જ બિટકોઈનમાં 20 ટકાથી વધુનો કડાકો બોલી ગયો હતો, અને તે શુક્રવારે જ ઈન્ટ્રા-ડેમાં 12,504 ડૉલર થઈ 12,779 પર ટ્રેડ કરતો હતો.

એક જ દિવસના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો બિટકોઈનમાં વીતેલા ત્રણ મહિનામાં આવેલ આ સૌથી મોટો કડાકો હતો. એક જ સપ્તાહમાં બિટકોઈનમાં 2013 પછી સૌથી મોટો કડકો છે. ક્રિપ્ટોકમ્પેયર વેબસાઈટના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવના કહેવા પ્રમાણે વર્ષના આખરના દિવસોને કારણે ઈન્વેસ્ટરોએ પ્રોફિટ બુકિંગ કર્યું છે. તેમજ ક્રિસમસ અને ન્યૂ ઈયર પહેલા બિટકોઈનની કીમતમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.