નવી દિલ્હીઃ મોદી સરકારના પહેલા બે વર્ષમાં છૂટ અને સામાન્ય વૃદ્ધિના કારણે ડાયરેક્ટ કરદાતાઓના બેઝમાં ધીમીધારે વૃદ્ધિ થઈ છે પરંતુ નોટબંધી બાદ આ ટ્રેન્ડમાં બદલાવ આવે તેવી આશાઓ બંધાઈ છે. બુધવારે ટેક્સ ડીપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓથી ઘણું રસપ્રદ દ્રશ્ય સામે આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રીટર્ન ફાઈલ કરનારા અડધા ભારતીય નાગરીકો ઝીરો ઈનકમટેક્સ આપે છે.
નાણાકીય વર્ષ 2014-15માં 4.1 કરોડ ભારતીયોએ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા પરંતુ આમાંથી 2 કરોડ લોકો એવા હતા જેમણે દાવો કર્યો હતો કે તેમની આવક પર ઝીરો ટેક્સ બને છે. તો આ સિવાય અન્ય બે કરોડ લોકોએ વર્ષના સરેરાશ 42,456 રૂપીયાનો ઈનકમ ટેક્સ ચૂકવ્યો હતો. માત્ર 1 કરોડ કરદાતાઓએ 1 લાખથી વધારે ટેક્સ આપ્યો હતો.
આંકડાઓ અનુસાર જો જોવા જઈએ તો ટેક્સ રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યામાં વધારો જરૂર થયો છે પરંતુ 2012-13 થી લઈને ચાર વર્ષ સુધી આની ગતી ઓછી રહી અને માત્ર 54 લાખ નવા કરદાતાઓ જોડાયા. 2013-14માં માત્ર 5.4 કરોડ કરદાતાઓ હતા જેએ મોદી સરકારે સત્તા સંભાળ્યા બાદ 2015-16 સુધીંમાં તેમની સંખ્યા વધીને 5.93 કરોડ રૂપીયા થઈ એટલેકે માત્ર 53 લાખ રૂપીયાનો નફો, પરંતુ નોટબંધી બાદ ઓછામાં ઓછા 91 લાખ નવા કરદાતાઓ જોડાયા છે.