નવી દિલ્હીઃ સ્ટાર્ટઅપ્સ કંપનીઓ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. સ્ટાર્ટઅપ્સ અને ટેક કંપનીઓ સતત છટણી કરી રહી છે. ફૂડ ડિલિવરી કંપની સ્વિગીએ 380 કર્મચારીઓને નોકરીમાંથી છટણી કરી છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વેન્ચર ફન્ડિંગ માર્કેટમાં મુશ્કેલીઓ જોતાં વેપારને વ્યવસ્થિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. કંપનીએ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની માહિતી 20 જાન્યુઆરીએ એક ટાઉન હોલમાં આપી હતી.
સ્વિગીના સ્થાપક અને CEO હર્ષ મજેતીએ કર્મચારીઓને એક ઈ-મેઇલ મોકલ્યો હતો. આ ઈમેઇલમાં જણાવ્યું હતું કે અમને ટીમ નાની કરવાનો બહુ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે. આ પ્રક્રિયામાં અમે 380 કર્મચારીઓને નોકરીમાં છટણી કરી રહ્યા છે. દરેક વિકલ્પને જોયા પછી અમારે આ બહુ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે. તેમણે કહ્યું હતું કે કંપની બધા વર્ટિકલ્સની સમીક્ષા કરીશું. એ સાથે કંપની પોતાના મીટ માર્કેટ પ્લેસ પણ બંધ કરશે.
તેમણે કહ્યું હતું કે ટીમે બહુ સારું કામ કર્યું છે, પણ અમે આ માર્કેટમાં ફિટ નથી થઈ રહ્યા. ગ્રાહકની દ્રષ્ટિએ જોઈએ તો અમે ઇન્સ્ટામાર્ટ દ્વારા મીટની ડિલિવરી કરતા રહીશું. અમે બાકી બધી વર્ટિકલ્સમાં બની રહીશું. કંપનીએ જે કર્મચારીઓને નોકરી પરથી કાઢી મૂક્યા છે, તેમના ગ્રેડ અને કંપનીમાં કામ કરવાના સમયને આધારે ત્રણથી છ મહિના સુધીનો પગાર આપવામાં આવશે, જેમાં 100 ટકા વેરિયેએબલ પે અને ઇન્સેન્ટિવ સામેલ છે.