નવી દિલ્હીઃ સપ્ટેમ્બર મહિનાથી કોઈપણ વ્હીકલ થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ વગર નહી વેચી શકાય. એટલે કે વ્હીકલ ખરીદનારા લોકોને વ્હીકલ સાથે થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ કવર ખરીદવું પડશે. સુપ્રીમ કોર્ટે આ મામલે એક આદેશ જાહેર કર્યો છે. સુપ્રિમ કોર્ટે થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ કવરેજ વધારવા માટે આ પગલું ઉઠાવ્યું છે. ફોર વ્હીલર વ્હીકલ્સને ત્રણ વર્ષ અને ટૂ-વ્હીલર માલિકને પાંચ વર્ષનું કવર લેવું અનિવાર્ય રહેશે.
જો કે તમામ વ્હીકલ્સ માટે થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ જરૂરી નથી હોતો પરંતુ દેશમાં 50 ટકાથી વધારે એવા વાહનો રોડ પર દોડી રહ્યા છે કે જેમણે થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ રિન્યૂ નથી કરાવ્યો. અત્યારે વ્હીકલ ખરીદતા સમયે 1 વર્ષનો ઈન્શ્યોરન્સ કરવામાં આવે છે પરંતુ હવે સુપ્રિમ કોર્ટે આ સમય વધારીને ટૂ વ્હીલર માટે પાંચ અને ફોર વ્હીલર માટે ત્રણ વર્ષ કર્યો છે.
તો વીમા કંપનીઓએ લોન્ગ ટર્મ મોટર ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ ડિઝાઈન કર્યા છે કે જે વ્હીકલના ડેમેજની સાથે સાથે થર્ડ પાર્ટી માટે પણ પર્યાપ્ત છે. થર્ડ પાર્ટી કવરનો ઉદ્દેશ્ય વ્હીકલ દ્વારા કોઈ ત્રીજી વ્યક્તિને થનારા નુકસાનને કવર કરવાનો છે.
રોડ સેફ્ટી પર બનેલી સુપ્રીમ કોર્ટની કમીટીએ દેશના ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈંડિયાને જણાવ્યું હતું કે તેઓ વીમા કંપનીઓને વ્હીકલ્સના સેલીંગ સમયે જ એક અનિવાર્ય લોન્ગ ટર્મ ઈન્શ્યોરન્સ પોલીસી ઓફર કરે.
કેન્દ્ર સરકારના એક રિપોર્ટ અનુસાર દેશમાં રોડ પર દરરોજ આશરે 1,374 દુર્ઘટનાઓ અને 400 લોકોના રોડ અકસ્માતમાં મૃત્યું થાય છે જ્યારે ઈન્શ્યોરન્સ ક્લેમની કોઈ લીગલ ટાઈમ લિમિટ નથી. ઘણી વાર એવું પણ બને છે ઈન્શ્યોરન્સ હોતો જ નથી.