ખાંડના ભાવ વધી ગયા; ઉત્પાદન ગયા વર્ષ કરતાં 9% ઓછું થયું છે

મુંબઈઃ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ખાંડનું ઉત્પાદન 9 ટકા જેટલું ઘટ્યું હોવાનો અંદાજ છે. આને પરિણામે ખાંડના છૂટક ભાવ અત્યારથી જ વધવા માંડ્યા છે. છેલ્લા એક મહિનામાં એક કિલોગ્રામ ખાંડની કિંમત સવા રૂપિયો જેટલી વધી છે.

હોલસેલ બજારમાં પણ ખાંડના ભાવ વધ્યા છે. છેલ્લા એક મહિનામાં એક કિલો ખાંડના ભાવમાં રૂ. 124નો વધારો થયો છે.

ગયા વર્ષે ખાંડનું 357 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. સરકારે 100 લાખ ટન ખાંડની નિકાસ કરી હતી. અપેક્ષા કરતાં આ વર્ષે ખાંડનું ઉત્પાદન ઓચિંતું ઘટ્યું છે. ગ્રાહકોને રાહત પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર સંચાલિત અન્ન તથા ગ્રાહક બાબત વિભાગ આગામી દિવસોમાં ખાંડનો એક્સ્ટ્રા ક્વોટા છૂટો કરે એવી ધારણા છે.