ફેબ્રુઆરીમાં BSE-સ્ટાર-MF પર નેટ-ઈક્વિટી ઈન્ફ્લો રૂ.2,402 કરોડ રહ્યો

મુંબઈઃ દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ BSE સ્ટાર MF પર ફેબ્રુઆરી, 2021 દરમિયાન રૂ.2,402 કરોડનો નેટ ઈક્વિટી ઈન્ફ્લો રહ્યો હતો, જ્યારે ઉદ્યોગનો રૂ.10,468 કરોડનો આઉટફ્લો રહ્યો હતો.

બીએસઈ સ્ટાર એમએફ પર જાન્યુઆરી, 2021માં 92.98 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા એ પૂર્વે ડિસેમ્બર, 2020માં 92.77 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા.

છેલ્લા 11 મહિનામાં આ પ્લેટફોર્મના ટ્રાન્ઝેક્શન્સમાં 144 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 19-20માં 5.75 કરોડ ટ્રાન્ઝેક્શન્સ સામે નાણાકીય વર્ષ 2021 (એપ્રિલ-ફેબ્રુઆરી)માં 8.28 કરોડ ટ્રાન્ઝેક્શન થયા છે.