મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બિટકોઇનના ઈટીએફ લાવવા માટે થયેલી અરજીઓને પગલે રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો છે, જેની અસર હેઠળ માર્કેટમાં વધારો થયો છે. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટકોમાંથી પોલીગોન, બિટકોઇન, એક્સઆરપી અને ટ્રોન ત્રણેક ટકા સુધી વધ્યા હતા. યુનિસ્વોપ, લાઇટકોઇન, બીએનબી અને ચેઇનલિંકમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
દરમિયાન, યુનાઇટેડ કિંગડમમાં કાયદા પંચ ડિજિટલ એસેટ્સની ખાસિયતોનું રક્ષણ કરવા માટે પર્સનલ પ્રોપર્ટીમાં નવી અલગ શ્રેણી બનાવી રહ્યું છે. બીજી બાજુ, થાઇલેન્ડના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને રોકાણકારોના રક્ષણ માટે વર્ચ્યુઅલ એસેટ સર્વિસ પ્રોવાઇડર્સ અર્થે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.73 ટકા (293 પોઇન્ટ) વધીને 40,751 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,458 ખૂલીને 41,071ની ઉપલી અને 40,407 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.