નવી દિલ્હીઃ ઈરાન અને અમેરિકા વચ્ચે ઘર્ષણ વધ્યા બાદ સોનાની કિંમત 41 હજાર રુપિયા આસપાસ પહોંચી ગઈ છે. શેર માર્કેટ તૂટ્યું છે. ત્યારે આવામાં જે લોકોએ સોનામાં રોકાણ કર્યું હશે તેઓ ખુશ હશે અને શેર, મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકો નારાજ થયા હશે. પરંતુ બજારની આ સ્થિતિ તાત્કાલિક છે અને સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે શું સોનામાં રોકાણ કરવું એક સારો વિકલ્પ છે?
આ મુદ્દે ઈન્વેસ્ટમેન્ટ મેનેજરોના અલગ-અલગ મત છે, પરંતુ એ વાતથી કોઈ ઈનકાર નથી કરી રહ્યું કે સોનું એક નિરર્થક એસેટ છે જેનું ઈકોનોમિક એક્ટિવીટીમાં કોઈ યોગદાન નથી રહેતું. આની કીંમતમાં ઉછાળનું કારણ તાત્કાલિક હોય છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા 10 વર્ષમાં સોનાએ સરેરાશ 8.3 ટકાનું રિટર્ન આપ્યું છે.
રિટર્ન પર ધ્યાન આપીશું તો ખ્યાલ આવશે કે સોનાની જગ્યાએ શેર માર્કેટ, મ્યૂચ્યુઅલ ફંડ, બોન્ડ અથવા અન્ય કોઈ જગ્યાએ રોકાણ કરવામાં આવ્યું હોત તો રિટર્ન આના કરતા વધારે મળત. થોડા વર્ષો પહેલા સુધી રિયલ એસ્ટેટને ઈન્વેસ્ટમેન્ટનો સૌથી સારે વિકલ્પ માનવામાં આવતો હતો પરંતુ હવે અહીંયા રોકાણ કર્યા બાદ આપને નુકસાની પણ આવી શકે છે.
ઈકોનોમિક એક્ટિવિટીમાં યોગદાન ન હોવાના કારણે અસલી સોનાની જગ્યાએ પેપર ગોલ્ડને રોકાણ કરવા માટેનો નવો વિકલ્પ બનાવવામાં આવ્યો છે. આ સીવાય બજારમાં ગોલ્ડ બેક્ડ મ્યૂચ્યુઅલ ફંડ્સના પણ ઘણા ઓપ્શન છે. અહીંયા રિટર્ન પણ સારુ મળે છે. સરકાર ગોલ્ડ બોન્ડ જાહેર કરે છે જેના પર 2.5 ટકા એક્સ્ટ્રા ઈન્ટ્રસ્ટ મળે છે પરંતુ આ ટેક્સેબલ હોય છે. જો કે બોન્ડ પર કેપિટલ ગેન ટેક્સ ફ્રી હોય છે.