નવી દિલ્હીઃ શેર બજાર સતત બે દિવસથી ઈતિહાસ રચી રહ્યું છે. ગઈકાલે જોરદાર તેજીમાં BSE સેન્સેક્સ પહેલીવાર 35000ના ઐતિહાસિક આંકડા પર બંધ થયો હતો અને આજે શરૂઆતના સમયગાળામાં પણ શેરબજારનું ઐતિહાસિક ઓપનિંગ જોવા મળ્યું. જેમાં નિફ્ટી 10870ની સપાટી પર ખુલ્યો હતો.
30 શેરો વાળો સૂચકઆંક સેન્સેક્સ 35450 પર ખુલ્યા બાદ થોડા જ સમયમાં તે 350 અંક જેટલો વધારે મજબુત બન્યો હતો. તો બીજીતરફ બેંકિંગ શેરોમાં આવેલી તેજીના કારણે નિફ્ટી પણ 10,873 પર ખુલ્યો હતો. આજે સવારે 9 વાગ્યે બેંક નિફ્ટી 500 અંક વધી ગયો તો મિડકેપ ઈંડેક્સમાં 140 પોંઈટનો ઉછાળો જોવા મળ્યો.
આજે શરૂઆતી વ્યાપારમાં જુબિલંટ ફૂડ્સ, એચયૂએલ, વોકહાર્ટ, માઈંડસ્ટ્રી, જેટ એરવેઝ, સિયેંટ, તિરૂમલાઈ,માસ્ટેક, અદાણી ટ્રાંસમિશન, યસ બેંક, એચડીએફસી બેંક સહિતના શેરોમાં તેજી જોવા મળી હતી. જો કે ઈન્ફોસિસ, બર્જર પેઈંટ્સ, બેસ્ટ કોસ્ટ, ભારતી ઈન્ફ્રાટેક, આરકોમ જેવા શેરોમાં નરમાશ જોવા મળી હતી.