ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 19 ટકાની વૃદ્ધિ થઇ

નવીદિલ્હી- ચાલુ નાણાકીય વર્ષના શરુઆતના સવા નવ મહિના દરમિયાન સરકારને ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની બમ્પર આવક મળી છે. આ સમય દરમિયાન ટેકસની આવકમાં 18.7 ટકાનો વધારો થઇ 6.89 લાખ કરોડ રુપિયાનો આંકડો સામે આવ્યો છે.

ટેક્સવિભાગે આ જાણકારી આફતાં કહ્યું  કે 15 જાન્યુઆરી 2018 સુધીમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પૂરા વર્ષના લક્ષ્યાંક 9.8 લાખ કરોડ રુપિયાના મુકાબલે 70 ટકા જેટલી આવક થઇ ગઇ છે. આ આંકડો ગત વર્ષની આ જ સમયાવધિની સરખામણીમાં 18.7 ટકા વધુ છે.

1 એપ્રિલ 2017થી 15 જાન્યુઆરી 2018 સુધીમાં ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 13.5 ટકા વધી 8.11 લાખ કરોડ રુપિયા થઇ ગયું છે. આ આવધિમાં કરદાતાઓને 1.22 લાખ કરોડ રુપિયાનું રીફંડ પણ આપવામાં આવ્યું છે. સીબીડીટીના જણાવ્યાં પ્રમાણે આ વર્ષે ટેક્સ વસૂલીમાં સતત સુધારો દેખાયો છે.

કોર્પોરેટ કરની વાત કરીએ તો તેમાં પહેલા ત્રિમાસિક ગાળામાં 4.8 ટકા, ત્રીજા ત્રિમાસિકગાળામાં 10.1 અને 15 જાન્યુઆરી સુધીમાં 11.4 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. આ દરમિયાન કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં બીજા ત્રિમાસિક ગાળામાં 10.8 ટકાની વૃદ્ધિ અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં 17.4 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે અને 15 જાન્યુઆરી 2018 સુધીમાં તેમાં 18.2 ટકાનો શુદ્ધ વધારો જોવા મળ્યો છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]