સેમસંગ આવતા વર્ષે લોન્ચ કરશે ફોલ્ડેબલ સ્ક્રીનવાળું લેપટોપ

મુંબઈઃ કોરિયાની અગ્રગણ્ય ટેક્નોલોજી કંપની સેમસંગ તેનું નવું ડીવાઈસ – ફોલ્ડેબલ સ્ક્રીન લેપટોપ આવતા વર્ષે લોન્ચ કરે એવી ધારણા છે. આ લેપટોપ 17.3 ઈંચ OLED પેનલવાળું હશે.

સેમમોબાઈલના અહેવાલ મુજબ, સેમસંગ આ લેપટોપ માટે 85 લાખ OLED પેનલ્સનું ઉત્પાદન કરવાની છે. મોટા ભાગની પેનલ્સ 17.3 ઈંચવાળી OLED પેનલને અડધેથી ફોલ્ડ કરી શકાશે. બેઉ હાફ 13.3 ઈંચના હશે. જ્યારે એ લેપટોપને ફોલ્ડ કરવામાં આવશે ત્યારે સ્ક્રીનના ઉપરના હાફનો ઉપયોગ ડિસ્પ્લે તરીકે કરી શકાશે જ્યારે નીચેના હાફનો ઉપયોગ ટચસ્ક્રીન કીબોર્ડ તરીકે કરી શકાશે.