નવી દિલ્હીઃ મુકેશ અંબાણી રીલાયન્સ જિઓ અને ACT ફાઈબર નેટે ગૂગલ હોમ ડિવાઈઝીસ સાથે ડેટા સર્વિસીઝ ઉપ્લબ્ધ કરાવવા માટે ગૂગલ ઈંડિયા સાથે હાથ મિલાવ્યો છે. તો આ સિવાય જિયો ઘણી આકર્ષક ઓફર્સ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ આપશે. ગૂગલે ભારતમાં પોતાના આસિસ્ટેંડ-બેઝ્ડ સ્પીકર હોમ અને હોમ મની વોઈસ સ્પીકર્સ લોન્ચ કર્યા છે. આ ડીવાઈઝ તમારા માટે ડેઈલી ન્યૂઝથી લઈને ઈમેલ ચેક કરવા સુધીના કામમાં લાગી શકે છે.
જિઓના ગ્રાહકો માટે 149 રૂપીયાથી શરૂ થનારા કોઈપણ પેક પર માય જિઓ અકાઉંટમાં 100 જીબી વધારે ડેટા 10 જીબી વાઉચર્સ પ્રાપ્ત કરી શકો છો. આ વાઉચર્સની વેલિડિટી ક્રેડિટ થવાની તારીખથી એક વર્ષ સુધી રહેશે. સાથે જ ગૂગલ હોમ ડિવાઈઝ રિલાયંસ રિટેલ સ્ટોરથી ખરીદનારા યૂઝર્સને જિઓવાઈ ડિવાઈઝ ફ્રી મળશે.
તો બીજી તરફ એટીસીએ કહ્યું છે કે તે ગૂગલના થોડા સમય પહેલા જ લોન્ચ થયેલા સ્માર્ટ સ્પીકર્સને હાઈ સ્પીડ ફાઈબર ટુ ધ હોમ કનેક્ટિવિટીથી સપોર્ટ કરશે. એસીટી ફાઈબરનેટે કહ્યું કે તે ગૂગલ સાથે મળીને ગ્રાહકોને ખાસ બંડલ પ્લાન ઓફર કરશે. ગૂગલ મની તમારા માટે કોલ પણ કરશે અને તમારા ઘરના ડિવાઈઝ જેવા કે ફિલિપ્સ હ્યૂ, નેસ્ટ, હનીવેલ વગેરેને પણ કંટ્રોલ કરી શકશે. એંડ્રોઈડ અને એઆઈના સારા ઈંટીગ્રેશનને લઈને, ગૂગલ હોમ સ્પીકર આને પોતાની ખાસિયત બતાવતા એમેઝોન એલેક્સાવાળા એકો સ્પીકર્સને પડકાર આપશે.