મુંબઈ – રિલાયન્સ જિયો ઈન્ફોકોમ, બજાજ હાઉસિંગ ફાઈનાન્સ, રેડિંગટન (ઈન્ડિયા), આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ પ્રાઈમરી ડિલરશીપ, મોતિલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસીસ, હિન્દુજા લેલેન્ડ ફાઈનાન્સ, સીયેટ અને આઈસીઆઈસીઆઈ હોમ ફાઈનાન્સ કંપનીએ તેમનાં કમર્શિયલ પેપરના રૂ.29,650 કરોડ, રૂ.3,350 કરડ, રૂ.950 કરોડ, રૂ.700 કરોડ, રૂ.600 કરોડ, રૂ.235 કરોડ, રૂ.50 કરોડ અને રૂ.50 કરોડના ઈશ્યુને લિસ્ટ કરવા માટેની અરજી કરી છે. બીએસઈમાં આ ઈશ્યુઓનાં કમર્શિયલ પેપર્સ 1 જાન્યુઆરી, 2020થી લિસ્ટ થશે.
અત્યાર સુધીમાં 50 ઈશ્યુઅરોના રૂ.1,05,795 કરોડના કમર્શિયલ પેપર્સના 258 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 138 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 6.09 ટકા રહ્યું છે.