નવી દિલ્હીઃ બિગ બજાર સહિત કિશોર બિયાનીના નેતૃત્વવાળા ફ્યુચર રિટેલ (FRL) સ્ટોર્સના કેટલાય કર્મચારીઓને રિલાયન્સ રિટેલથી ઓફર લેટર મળવા શરૂ થઈ ગયા છે, જેમાં ઓઇલથી ટેલિકોમની સબસિડિયરી કંપનીમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું છે. એમેઝોન સાથેની લાંબી પ્રક્રિયાની વચ્ચે આ પગલું ભરવામાં આવ્યું છે.
આ પગલાને મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડ દ્વારા હસ્તાંતરણ રૂપે જોવામાં આવે છે, જે રિટેલ અને ઇ-કોમર્સ બજાર પર એક મોટા હિસ્સા પર પ્રભુત્વ માટે ઉત્સુક છે. આ નવા ડેવલપમેન્ટમાં બિગ બજારના બોર્ડ બદલવા અને આ સ્ટોરને રિલાયન્નું બ્રાન્ડિંગ કરવાના ભાગરૂપે જોઈ શકાય છે, એમ નજીકના સિનિયર એક્ઝિક્યુટિવ્ઝે જણાવ્યું હતું. એનો અર્થ એ એ થયો હતો કે રિલાયન્સ આ સ્ટોર્સનું બિગ બજાર બ્રાન્ડિંગ વિના સંચાલન કરશે. ખેડૂતોનાં બાકી લેણાં ચૂકવવામાં નિષ્ફળ રહેલી FRL સ્ટોર્સને રિલાયન્સે પોતાના કબજામાં લઈ લીધા છે. આ સિવાય આ સ્ટોરો પર મોટા ભાગનો માલસામાનનો સપ્લાય રિલાયન્સ જિયોમાર્ટ દ્વારા કરવામાં આવી રહ્યો હતો, કેમ કે રોકડની તંગીને કારણે FRL હાલના સપ્લાયર્સનાં બાકી ચુકવણી નથી કરી શકતી.
FRLને રિલાયન્સના પ્રોજેક્ટ્સ અને પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસિઝથી મળેલા પત્રમાં એને ચુકવણી નહીં કરવા માટે કેટલાય સ્ટોર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. બીજી બાજુ, FRL નાદાર થવા તરફ જઈ રહી છે, કેમ કે 31 ડિસેમ્બર સુધીમાં કંપનીએ લેણદારોને રૂ. 3500 કરોડ ચૂકવવામાં નિષ્ફળ પુરવાર થઈ હતી.
E