બેન્કિંગ સેક્ટરના રેગ્યુલેટર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નાગરિકોને સોશિયલ મીડિયામાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનો વાયરલ થયેલા વીડિયોને ફેક ગણાવી તેનાથી ભરમાઈ ન જવા અપીલ કરવામાં આવી છે. જેમાં તેઓ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ્સને લોન્ચ કરતાં અને સપોર્ટ કરતાં જોવા મળ્યા છે. આરબીઆઈના ગવર્નર ડીપ ફેક વીડિયોના શિકાર બનાવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગવર્નરે અને આરબીઆઈએ આ વીડિયોને નકલી ગણાવી તેમાં ભરમાઈ ન જવા સલાહ આપી છે.
આજે એટલે કે 19 નવેમ્બરે નિવેદન જારી કરી આ અંગે જણાવ્યું હતું. જેમાં ગવર્નર નાણાકીય સલાહ આપતા જોવા મળ્યા છે. આરબીઆઈએ નિવેદન જારી કરી રહ્યું છે કે, આરબીઆઈની જાણ મુજબ, ગવર્નર શક્તિકાંત દાસનો ફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેઓ અમુક રોકાણ સ્કીમોને લોન્ચ કરતાં અને સપોર્ટ કરતાં જોવા મળ્યા છે. જેમાં લોકોને રોકાણ કરવા અપીલ કરી રહ્યા છે. આ વીડિયો સંપૂર્ણપણે નકલી છે. આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે, તે કે તેના કોઈપણ અધિકારી કોઈપણ પ્રકારની રોકાણ ગતિવિધિ કે સલાહ આપતી નથી. તેમજ રોકાણ સ્કીમને સમર્થન પણ કરતા નથી. આ વીડિયો સંપૂર્ણપણે નકલી છે. આ પ્રકારની કોઈ નાણાકીય રોકાણ સલાહ આપવામાં આવી નથી. નાગરિકોને તેનો ભોગ ન બનવા અપીલ છે. અગાઉ મે મહિનામાં પણ આરબીઆઈના ગવર્નરનો ડીપફેક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ ફોન ગુમ ન થાય તે મામલે સલાહ આપતાં જોવા મળ્યા હતાં.
RBI cautions public on deepfake videos of Top Management circulated over social media giving financial advicehttps://t.co/bH5yittrIu
— ReserveBankOfIndia (@RBI) November 19, 2024