મુંબઈ- રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નીતિની સમક્ષા જાહેર કરી છે. આરબીઆઈએ વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 6 ટકા અને રીવર્સ રેપો રેટ 5.75 ટકા યથાવત રાખ્યા છે. કેશ રીઝર્વ રેશિયો(સીઆઆર) પણ 4 ટકા પર યથાવત રાખ્યો છે.આરબીઆઈએ મોંઘવારીના દરનું અનુમાન ઘટાડ્યું છે. આરબીઆઈના કહેવા પ્રમાણે નાણાકીય વર્ષ 2019ના પ્રથમ છ મહિનામાં મોંઘવારી દર 4.70-5.10 ટકા રહી શકે છે. તેની પહેલા આરબીઆઈએ નાણાકીય વર્ષ 2019ના પ્રથમ છ મહિના માટે મોંઘવારી દરનું અનુમાન 5.10-5.60 ટકા રહેવાનું જણાવ્યું હતું. તેમજ નાણાકીય વર્ષ 2019ના બીજા છ મહિનામાં મોંઘવારી દર 4.4 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તે અગાઉ આઈબીઆઈ 4.5-4.6 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી હતી.
- આરબીઆએ નાણાકીય વર્ષ 2019માં જીડીપી ગ્રોથ 7.4 ટકા રહેવાનું અનુમાન રજૂ કર્યું
- આરબીઆઈએ નાણાકીય માર્કેટમાં ભારે વધઘટ અને ટ્રેડ વૉરને લઈને ચિંતા વ્યક્ત કરી
- કાચા તેલ(ક્રૂડ)માં વધઘટને કારણે અનિશ્વિતતાનો માહોલ રહેવાની ધારણા વ્યક્ત કરી છે.