જીડીપી ગ્રોથનું અનુમાન વધીને આવતાં શેરબજારના સેન્સેક્સમાં 577 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ– શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ અને રીઝર્વ બેંકની ધીરાણ નીતિમાં વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર નથી કરાયો તેમજ જીડીપી ગ્રોથનું અનુમાન વધારવામાં આવ્યું છે. જેને પગલે ભારતીય શેરોની જાતે-જાતમાં જોરદાર લેવાલી આવી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે 577.73(1.75 ટકા) ઉછળી 33,596.80 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 196.75(1.94 ટકા) ઉછળી 10,325.15 બંધ થયો હતો.અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વૉરની અસર ઓછી થઈ હતી. જેને પગલે ગ્લોબલ માર્કેટમાં નવા બાઈંગ વચ્ચે સ્ટોક માર્કેટ ઉછળીને આવ્યા હતા. જેની પાછળ ભારતીય શેરબજારનો સેન્સેક્સ 270 પોઈન્ટ અને નિફટી 100 પોઈન્ટ ઉપર જ ખુલ્યા હતા, ત્યાર પછી નવી લેવાલીનો દોર ચાલુ રહ્યો હતો. આરબીઆઈની ધીરાણ નીતિ જાહેર થઈ હતી. જેમાં ચાવીરૂપ દરોમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. જો કે જીડીપી ગ્રોથનું અનુમાન 7.2 ટકાથી વધારીને 7.4 ટકા કર્યું છે, જેની પાછળ તેજીવાળા ખેલાડીઓએ જોરદાર લેવાલી કાઢી હતી, અને માર્કેટ એકતરફી ઊંચકાયું હતું.

  • બુધવારે મોડીરાતે અમેરિકાનો ડાઉ જોન્સ 231 પોઈન્ટ વધી 24,264 બંધ રહ્યો હતો. તેમજ નેસ્ડેક 101 પોઈન્ટ વધી 7042 બંધ થયો હતો.
  • ધીરાણ નિતીમાં વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર ન આવતાં નવી લેવાલી આવી હતી.
  • આજે તમામ સેકટરના શેરોના ભાવ અને ઈન્ડેક્સ પ્લસમાં જ હતા.
  • બેંક શેરોની રાહબરી હેઠળ નવી તેજી થઈ હતી.
  • રોકડાના શેરોમાં પણ જોરદાર લેવાલી આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 304.97 ઊંચકાયો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 325.44 ઉછળ્યો હતો.
  • એલ એન્ડ ટી કસ્ટ્રક્શનને રૂ.3376 કરોડનો ઓર્ડર મળ્યો છે.
  • આઈટીઆઈને મહારાષ્ટ્રમાં રૂ.3200 કરોડનો ઓર્ડર મળ્યો છે.
  • મુંબઈમાં સીમેન્ટના ભાવમાં 11 ટકા સુધીનો વધારો