રાફેલઃ શા માટે કેન્સલ કર્યો યુપીએ સોદો, ઈન્ટરનલ નોટ્સમાં છે કારણો…

નવી દિલ્હીઃ એનડીએ સરકારે જૂન 2015માં ડસોલ્ટ એવિએશન સાથે ગત સરકારના 126 લડાકુ વિમાનોના રિક્વેસ્ટ ફોર પ્રપોઝલના નિર્ણયને રદ કરી દીધો હતો. તેનું એક કારણ એ પણ હતું કે આમાંથી કેટલાક વિમાનોને દેશમાં બનાવવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની ઓફરને સમાવિષ્ટ કરવા પર ડસોલ્ટ આ પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવનારી કંપનીનું પદ ગુમાવી દેતી.

તે સમયે ઈએડીએસની યૂરોફાઈટર વિમાન ડીલની રેસમાં આગળ નીકળી જાત. ત્યાર બાદ 36 રાફેલ વિમાન ખરીદવા માટે ડસોલ્ટ સાથે ભારત અને ફ્રાંસની સરકાર વચ્ચે એગ્રીમેન્ટ થયું. આમાં ભારતમાં એક પણ વિમાન નહોતું બનવાનું. ઈટીએ યૂપીએ સરકારના કાર્યકાળ દરમિયાન સમજુતીને રદ્દ કરવાથી સંબંધિત દસ્તાવેજો જોયા છે. યૂપીએ સરકારે આ ડીલ માટે વર્ષ 2007માં બોલી મંગાવી હતી અને ત્યારબાદ 36 રાફેલ વિમાનોને ખરીદવાની સમજૂતી કરવામાં આવી હતી.

રાફેલ ડીલના યૂપીએ વર્ઝનને કેન્સલ કરનારા એસેસમેન્ટ ડોક્યુમેન્ટ્સમાં જણાવ્યું છે કે ડસોલ્ટ અને ઈએડીએસના મૈન ઓવર માટે 2.7ના ફેક્ટરને સમાવિષ્ટ કર્યા બાદ નવેમ્બર 2011માં કુલ ખર્ચના આધાર પર એનપીવીના રેશિયોમાં મોટો બદલાવ આવત અને આનાથી ડસોલ્ટ સૌથી ઓછી બોલી લગાવનારી કંપની ન બનતા તે આ મામલે ઈએડીએસથી પાછળ છુટી જાત. ઈન્ટરનલ રેકોર્ડ્સમાં યૂપીએની રાફેલ ડીલને કેન્સલ કરવાના સાત કારણો દર્શાવવામાં આવ્યા છે. આમાં એક મોટી વાત એ છે કે એસએએલના કેલક્યુલેશનને સમાવિષ્ટ કર્યા બાદ યૂરોફાઈટરનો ખર્ચ ઓછો થાત. આમાં વિમાનોને દેશમાં બનાવવાની વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

એનડીએ સરકારે સપ્ટેમ્બર 2016માં 36 રાફેલ વિમાન 7.8 અરબ યુરોમાં ખરીદવાનું એગ્રિમેન્ટ કર્યું હતું. વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે કે યૂપીએની તુલનામાં મોંઘી ડીલ કરવામાં આવી છે. બચાવમાં સરકાર વારંવાર કહી રહી છે કે જો તેણે યૂપીએની શરતોનું પાલન કર્યું હોત તો આ સોદો 8.2 અરબ યૂરોમાં થાત અને તે ખૂબ મોઘો પડત.

જો કે આ દસ્તાવેજોથી એ ખ્યાલ આવે છે કે સસ્તા યૂરોફાઈટર વિમાનો પર વિચાર નથી કરાયો. મહત્વપૂર્ણ વાત એ પણ છે કે જર્મનીએ આ વિમાનોની કીંમતને 20 ટકાથી ઓછી કરવાનો પ્રસ્તાવ 2014માં આપ્યો હતો. જો કે ભારતે તેના પ્રસ્તાવનો કોઈ જવાબ ન આપ્યો. રાફેલ પર યૂપીએની ડીલ કેન્સલ કરવાના જે કારણો દર્શાવવામાં આવ્યા છે તેમાં ડસોલ્ટ દ્વારા પર્ફોર્મન્સ અને વોરંટી બોન્ડ ન આપવો અને કોન્ટ્રાક્ટ માટે માત્ર પોતાની જવાબદારી સ્વીકારવા પર સહમતી આપવાની વાતનો પણ સમાવેશ થાય છે.