ઈન્કમ-ટેક્સ રિટર્ન્સ ફાઈલ કરવા માટે આધાર નંબર ફરજિયાત નથીઃ ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદ – ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે ઈન્કમ-ટેક્સ રિટર્ન્સ સાથે વ્યક્તિએ એનો આધાર કાર્ડ નંબર જોડવાનું ફરજિયાત નથી.

એક ધારાશાસ્ત્રીએ આ સંબંધમાં નોંધાવેલી એક પીટિશન ઉપર હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે.

હાઈકોર્ટની વિભાગીય બેન્ચે આવકવેરા વિભાગને જણાવ્યું છે કે તે અરજદાર વકીલના ઈન્કમ-ટેક્સ રિટર્ન્સનો સ્વીકાર કરે, કારણ કે આ બાબતમાં હજી સુપ્રીમ કોર્ટ તરફથી નિર્ણય આવવાનો બાકી છે.

વકીલ ખેમચંદ રાજરામ કોષ્ટીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે ઈન્કમ-ટેક્સનું રિટર્ન્સ ફાઈલ કરવા માટે આધાર નંબર લિન્ક કરવાનું ફરજિયાત બનાવાયું છે, પણ પોતે આધાર માટે અરજી કરી ન હોવાથી પોતે એ દર્શાવી શકે એમ નથી. એમણે આ મામલે હાઈકોર્ટના હસ્તક્ષેપની વિનંતી કરી હતી, જેથી પોતાના રિટર્ન્સની પ્રક્રિયા 31 જુલાઈ, 2018એ કે તે પહેલાં આગળ વધે જેથી પોતે આવકવેરા કાયદાનો ભંગ કર્યો ન ગણાય

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]