રીલાયન્સ જ્વેલ્સે ઊજવી 11મી વર્ષગાંઠ, ‘આભાર’ કલેક્શન લોન્ચ

મુંબઈઃ વિશિષ્ટ ડિઝાઇન અને નવીનતમ કન્સેપ્ટ સાથે  જ્વેલરી બ્રાન્ડ રીલાયન્સ જ્વેલ્સે તેની 11મી વર્ષગાંઠની ઉજવણીએ નવું કલેક્શન લોન્ચ કર્યું છે. 11 વર્ષ સુધી સાથ આપનાર ગ્રાહકો તરફ આભાર વ્યક્ત કરવાના પ્રતીકરુપે પોતાના નવા આકર્ષક જ્વેલરી ક્લેક્શનનું નામ ‘આભાર’ રાખ્યું છે.

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં રીલાયન્સ જ્વેલ્સના શોરૂમમાં ‘આભાર’ ઉપલબ્ધ છે. . આ કલેક્શનની પ્રેરણા પ્રકૃતિની વિવિધતામાંથી મેળવવામાં આવી છે, જેમ કે સુંદર સૂર્યોદય અને સૂર્યાસ્ત, વૃક્ષો અને તમામ પ્રકારના પુષ્પો, કારણ કે તે આભાર પ્રદર્શિત કરવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે અને તે ‘આભાર’ કલેક્શનની જ્વેલરીમાં વણી લેવામાં આવ્યું છે તે સ્પષ્ટ રૂપે પ્રદર્શિત થાય છે. આ કલેક્શન ઈનહાઉસ કારીગરો દ્વારા કુશળતા પૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે. સોના અને હીરાના પેન્ડેન્ટ સેટ તથા ઇયરીંગની ભવ્ય ડિઝાઇનો ખાસ તેમ જ રોજિંદા જીવનની તમામ ક્ષણોને ચમકાવી દેશે. આ આશ્ચર્યચકિત કરી દેનારા આભૂષણો સમગ્ર દેશમાં માત્ર રીલાયન્સ જ્વેલ્સના શોરૂમમાં જ ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે.

આ પ્રસંગને યાદગાર બનાવતાં માટે રિલાયન્સ જ્વેલ્સે ખાસ વર્ષગાંઠ ઓફર* પણ રજૂ કરી છે, જે ઓગસ્ટ 4થી ઓગસ્ટ 19 સુધી માન્ય રહેશે, જેમાં સોનાના આભૂષણો પર ઘડાઈમાં 40 ટકા સુધીની છૂટ, હીરાની કિંમતમાં 35 ટકા સુધીની છૂટ અને સોનાના સિક્કાની ઘડાઈમાં 75 ટકા સુધીની છૂટનો સમાવેશ થાય છે.

રીલાયન્સ જ્વેલ્સ દેશના 47 શહેરોમાં 77 શો-રૂમ ધરાવે છે અને તેનું વિસ્તરણ ચાલુ છે. તેના કલેક્શનમાં અસામાન્ય વિવિધતા સાથે, 100 ટકા બી.આઇ.એસ. હોલમાર્ક ધરાવતાં સોનાના આભૂષણો બનાવે છે. દરેક હીરાને સ્વતંત્ર પ્રમાણિત લેબોરેટરીઓ દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે. ગ્રાહકો સોનાની નિઃશુલ્ક તપાસ કરાવી શકે તે માટે દરેક શો-રૂમ પર કેરેટ મીટર રાખવામાં આવેલું છે. કસ્ટમાઇઝેશન, જ્વેલરી ક્લિનિંગ અને પોલિશિંગ તેમ જ કારીગર રૂમ અને કેરેટ મીટરની ઉપલબ્ધતા વગેરે સેવાઓ સાથેની ગ્રાહક-પ્રથમની નીતિ અને પસંદગીની વિશાળ શ્રેણીને કારણે રીલાયન્સ જ્વેલ્સ શોર-રૂમ સુંદર આભૂષણોની ખરીદી માટે વન-સ્ટૉપ શોપિંગ ડેસ્ટીનેશન માનવામાં આવે છે.