PwC ભારતમાં આશરે 30,000 લોકોની નિમણૂક કરશેઃ બોબ મોરિટ્ઝ

નવી દિલ્હીઃ વૈશ્વિક કન્સલ્ટન્સી કંપની PwC આગામી કેટલાંક વર્ષોમાં આશરે 30,000 લોકોની નિયુક્તિ કરશે. કંપનીનાન ચેરમેન બોબ મોરિટ્સે કહ્યું હતું કે ભારત વિશ્વમાં ટેલેન્ટ સપ્લાયર બની શકે છે. ભારતને ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ટેક્નિકનો લાભ મળશે.  તેમને ભારતમાં કંપનીના કર્મચારીઓની સંખ્યા વિશે પૂછવા પર કહ્યું હતું કે ભારતમાં અમારી સાથે  આશરે ભારતમાં આશરે 31,000 લોકો કામ કરી રહ્યા છે. અમારી યોજના આગામી કેટલાંક વર્ષોમાં વધુ 30,000 લોકોની નિમણૂક કરશે.

શ્રાઇડર ઇલેક્ટ્રિકના ચેરમેન અને CEO જીન-પાસ્કલ ટ્રિકોઇરે પણ કહ્યું હતું કે તેઓ ભારતને લઈને ઘણા આશાવાદી છે. તેમણે કહ્યું હતું કે વિશ્વમાં એવી કોઈ જગ્યા નથી, જ્યાં અમે છેલ્લાં 20 વર્ષોમાં ભારતથી વધુ મૂડીરોકાણ કર્યું છે. ભારત આજે અમેરિકા અને ચીન પછી વિશ્વમાં શ્રાઇડર ઇલેક્ટ્રિકનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. તેમણે કહ્યું હતું કે અમે ભારતમાં વિશ્વાસ કરીએ છીએ. અમે ભારત માટે પ્રતિબદ્ધ છીએ. અમે જે કઈ પણ કરીએ છીએ,એમાં ભારત અમારી પ્રાથમિકતામાં હોય છે. તેમણે કહ્યું હતું કે ભારત પાસે ક્લીન એનર્જી ક્ષેત્રમાં અનેક સંભાવનાઓ છે.

તેમણે કહ્યું હતું કે હું ભારતમાં બહુ સંભાવનાઓ જોઈ રહ્યો છું, કેમ કે જો તમે ડિજિટાઇઝેશન, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, સ્માર્ટ બિલ્ડિંગ્સ, સ્માર્ટ એવરીથિંગ દ્વારા દરેક ડિજિટાઇઝ કરવા માટે ભારત વિશ્વના અન્ય દેશોની તુલનામાં વધુ સારી સ્થિતિમાં છે.