આઇસી15 ઇન્ડેક્સમાં ત્રણ ટકાનો ઘટાડો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારના તોતિંગ વધારા બાદ શુક્રવારે થોડો ઘટાડો નોંધાયો હતો. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના વધેલા કોઇનમાં પોલીગોન અને પોલકાડોટ 1થી 4 ટકાની વૃદ્ધિ સાથે મોખરે હતા. સોલાના, શિબા ઇનુ, ટ્રોન અને અવાલાંશમાં 4થી 6 ટકાની રેન્જમાં ઘટાડો નોંધાયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન 1.087 ટ્રિલ્યન ડોલર થયું હતું.

દરમિયાન, ઓમાન કેપિટલ માર્કેટ ઓથોરિટી દેશમાં વર્ચ્યુઅલ એસેટ ઉદ્યોગના નિયમન અને વિકાસ માટે નવું નિયમનકારી માળખું ઘડવાનું વિચારી રહી છે. બીજી બાજુ, સોની નેટવર્ક કોમ્યુનિકેશન્સ અને એસ્ટર નેટવર્કે નોન ફંજિબલ ટોકન યુટિલિટી અને ડિસેન્ટ્રલાઇઝ્ડ ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન્સ પર લક્ષ કેન્દ્રીત કરનારી વેબ3 ઇન્ક્યુબેશન યોજના લોન્ચ કરી છે.

અન્ય એક અહેવાલ મુજબ જાપાન એપ્રિલમાં ડિજિટલ યેન ઇસ્યૂ કરવા માટેના પ્રયોગની શરૂઆત કરવાનું છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.98 ટકા (1,042 પોઇન્ટ) ઘટીને 33,878 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,920 ખૂલીને 35,759ની ઉપલી અને 33,236 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]