જલદી બંધ કરવામાં આવી શકે છે સરકારી બેન્કની આ 70 બ્રાંચ

નવી દિલ્હી- દેશની સાર્વજનિક ક્ષેત્રની બેન્ક ખર્ચ વિભાગમાં તેમની સ્થિતિ મજબૂત કરવા લગભગ 70 વિવિધ શાખાઓને બંધ કરવા વિચાર કરી રહી છે અથવા તેમની કાર્યસ્થિતિ સુધારવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ અવ્યવહારુ વિદેશી કામગીરી બંધ કરવામાં આવી રહી છે. જ્યારે કાર્યક્ષમતા મેળવવા એક જ શહેર અથવા આસપાસના સ્થળોએ ઘણી શાખાઓના કામકાજને તર્કસંગત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.મળતી માહિતી મુજબ આ ક્રમમાં જાહેર ક્ષેત્રની બેન્કની વર્તમાન નાણાંકીય વર્ષમાં 70 વિદેશી શાખાઓ બંધ કરવાની યોજના છે અથવા તેને તર્કસંગત કરવા પ્રયાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સરકારી બેન્કોએ તેની 35 વિદેશી શાખાઓ બંધ કરી હતી. આંકડાઓ પર નજર કરીઓ તો, સાર્વજનિક ક્ષેત્રની વિદેશી બેન્કોમાં 159 બ્રાંચ કાર્યરક છે. જે પૈકી 41 બ્રાંચ વર્ષ 2016-17માં નુકસાનમાં હતી.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની (SBI) 9 વિદેશી શાખાઓ નુકસાનમાં છે. જ્યારે બેન્ક ઓફ ઈન્ડિયાની 8 અને બેન્ક ઓફ બરોડાની 7 શાખાઓ ખોટમાં ચાલી રહી છે. સરકારી બેન્કોની 31 જાન્યુઆરી 2018ના આંકડા મુજબ આશરે 165 વિદેશી શાખાઓ ઉપરાંત સંયુક્ત સાહસ અને પ્રતિનિધિ કચેરીઓ પણ કાર્યરત છે. SBIની સૌથી વધુ વિદેશી શાખાઓ (52) છે. ત્યારબાદ બેન્ક ઓફ બરોડા (50) અને બેન્ક ઓફ ઇન્ડિયાની (29) બ્રાન્ચ છે.

સરકારી બેન્કની સૌથી વધુ શાખાઓ બ્રિટનમાં (32) ત્યારબાદ હોંગકોંગ (13) અને સિંગાપોરમાં (12) છે. ગતવર્ષ નવેમ્બરમાં યોજવામાં આવેલા PSB મંથનમાં બેન્કિંગ ક્ષેત્રના એજન્ડા મુજબ બેન્કોને ખર્ચના ક્ષેત્રમાં અસરકારક બનાવવા માટે વિદેશી ઓપરેશનોને વધુ તર્કસંગત બનાવવાની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]