મોદીએ ઉદ્યોગક્ષેત્રના મહારથીઓ સાથે બજેટ-પૂર્વેની ચર્ચા કરી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે અત્રે એમના સત્તાવાર નિવાસસ્થાન ખાતે ઉદ્યોગના અનેક સેક્ટરોની કંપનીઓના ચીફ એક્ઝિક્યૂટિવ્સ સાથે બેઠક યોજી હતી. એમાં તેમણે આગામી કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થવા પૂર્વે ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે વડા પ્રધાને આ બીજી વાર ચર્ચા કરી હતી.

(ફાઈલ તસવીર)

ઉદ્યોગ મહારથીઓએ બજેટ અંગે વડા પ્રધાનને તેમના સૂચનો અને અભિપ્રાય જણાવ્યા હતા અને વડા પ્રધાને એમનો આભાર માન્યો છે. મોદીએ એમને કહ્યું હતું કે કોરોનાવાઈરસ રોગચાળા સામેના જંગ દરમિયાન દેશે સાહજિક શક્તિ દર્શાવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]