કેન્દ્રીય કર્મચારીઓને DA-વધારાના ખુશખબર ટૂંક સમયમાં

નવી દિલ્હીઃ મોંઘવારી ભથ્થા (DA)ની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં ખુશખબર મળશે. સરકાર હોળી પહેલાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના વધારવાનો નિર્ણય કરે એવી શક્યતા છે. કોરોના રોગચાળાને કારણે ગયા વર્ષે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો નહોતો થયો. હવે કર્મચારીઓ DAમાં વધારા થવાની આશા રાખી રહ્યા છે.

મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી આશરે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સને લાભ થશે. કેન્દ્ર સરકારનું કહેવું હતું કે પહેલેથી 17 ટકાનો હિસાબે ચાલ્યો આવ્યો છે, એ રીતે વધારો થશે, વર્ષ 2021 સુધી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવામાં આવશે.

કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થા પર દરેક છ મહિને રિવ્યુ કરે છે. એની ગણતરી બેઝિક પેના આધારે કરવામાં આવે છે. આ વધારો સાતમા પગાર પંચની ભલામણોને આધારે થશે. હાલમાં કર્મચારીઓ અને પેન્શનરોને અલગ-અલગ મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે.

સરકાર મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો કરે એવી શક્યતા છે. જેથી એ 21 ટકા સુધી પહોંચી શકે છે. સરકાર એરિયર તરીકે ચાર ટકા એલાન કરે તો મોંઘવારી ભથ્થું 25 ટકા સુધી મળશે.

સરકારે એપ્રિલ, 2020માં કોરોના રોગચાળાને કારણે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાને અટકાવ્યો હતો, જેથી કેન્દ્ર સરકારે પેન્શનરોને મોંઘવારી રાહતની ચુકવણી નહોતી કરવામાં આવી.