નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં ઉતાર-ચઢાવનો ક્રમ યથાવત છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલના ભાવમાં વધારો આવવાથી અને રૂપીયાની નરમાશના કારણે પેટ્રોલ અને ડીઝલ પર તેની અસર જોવા મળી છે.
આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. ઈંડિયન ઓઈલ કંપની અનુસાર દિલ્હીમાં પેટ્રોલ ગઈકાલના ભાવે જ મળી રહ્યું છે. અહીંયા એક લીટર પેટ્રોલની કીંમત 76.23 રૂપીયા પ્રતિ લીટર છે. કોલકત્તામાં 79.10 રૂપીયા, મુંબઈમાં 83.68 રૂપીયા અને ચેન્નઈમાં 79.18 રૂપીયા પેટ્રોલની કીંમત છે.
ડીઝલની જો વાત કરવામાં આવે તો દિલ્હીમાં 67.79 રૂપીયા પ્રતિ લીટરના ભાવે ડીઝલ મળી રહ્યું છો તો કોલકત્તામાં 70.48 રૂપીયા પ્રતિ લીટરના ભાવે ડીઝલ મળી રહ્યું છે અને ચેન્નઈમાં 71.59 રૂપીયા પ્રતિ લીટરના ભાવે પેટ્રોલ મળી રહ્યું છે.
રૂપીયામાં ગત મહિનાથી શરૂ થયેલી ઉથલ પાથલ શાંત થવાનું નામ નથી લઈ રહી. મંગળવારના રોજ રૂપીયો 8 પેસા નીચે આવીને 68.94 રૂપીયા પ્રતિ ડોલરના સ્તર પર પહોંચી ગયો હતો. તો બીજી તરફ ક્રૂડ ઓઈલની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી આની કીંમતોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. બ્રેંટ ક્રૂડ 29 સેંટ વધ્યું છે. તો આ વધારા સાથે ક્રૂડ ઓઈલ 73.73 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.