FY22-Q1માં પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝની વસૂલાત ₹ 94,181 કરોડ

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં કેન્દ્ર સરકારને પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી લગાવીને રૂ. 94,181 કરોડનો રેકોર્ડ ટેક્સ વસૂલ્યો છે, જે ગયા નાણાકીય વર્ષની તુલનાએ 88 ટકા વધુ છે, એમ લોકસભાને માહિતી આપવામાં આવી હતી.

ગયા વર્ષે કોરોના વાઇરસને કારણે ક્રૂડની માગમાં ઘટાડો થતાં ક્રૂડની વૈશ્વિક કિંમતોમાં ભારે ઘટાડો થયો હતો, જેને પગલે સરકારે પેટ્રોલની એક્સાઇઝ ડ્યૂટી વધારીને રૂ. 32.90 કરી હતી, જ્યારે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી પ્રતિ લિટર રૂ. 15.83થી વધારીને રૂ. 31.8 કરવામાં આવી હતી, એમ પેટ્રોલિયમ રાજ્યપ્રધાન રામેસ્વર તૈલીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે એનાથી નાણાં વર્ષ 2020-21માં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝની વસૂલાત રૂ. 3.35 લાખ કરોડ થઈ હતી, જે એક વર્ષ પહેલાં રૂ. 1.78 લાખ કરોડ હતી. જોકે વસૂલાત વધુ થઈ હતી, પણ કોરોનાને કારણે લાગેલા લોકડાઉનને લીધે ફ્યુઅલના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો. જોકે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ફ્યુઅલના વેચાણમાં વધારો થયો હતો અને વસૂલાતમાં વધારો થયો હતો.

નાણા રાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે એપ્રિલથી જૂન, 2021ના ત્રિમાસિક ગાળામાં  પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીની આવક રૂ. 94,181 કરોડ થઈ હતી. જોકે વર્ષ 2018-19માં પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝની વસૂલાત રૂ. 2.13 લાખ કરોડ થઈ હતી. જોકે પેટ્રોલની પ્રોડક્ટ જેવી કે ATF અને નેચરલ ગેસની કુલ એક્સાઇઝની વસૂલાત એપ્રિલ-જૂનમાં રૂ. 1.01 લાખ કરોડ હતી. જોકે નાણાકીય વર્ષમાં એક્સાઇઝ વસૂલાત રૂ. 3.89 લાખ કરોડ રહી હતી.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]