પેટીએમનું ATM- 1 લાખ એટીએમ બેન્કિંગ આઉટલેટ્સ ખોલશે Paytm

મુંબઈઃ થોડા સમય પહેલા શરુ થયેલ “પેટીએમ પેમેન્ટ્સ બેંક” પૂરા દેશમાં એક લાખ પેટીએમ બેન્કિંગ આઉટલેટ્સ ખોલવામાં આવી રહ્યાં છે. તેનો ઉદ્દેશ્ય દેશભરમાં બેન્કિંગ સર્વિસીઝનો વ્યાપ વધારવાનો છે. કંપની ઑનલાઈન ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક વધારવા માટે આવનારા ત્રણ વર્ષની અંદર 3 હજાર કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરશે. આ માટે ભરોસાપાત્ર ભાગીદારોની મદદથી નાણાકીય લેવડદેવડના કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે.

આ એટીએમ પાસે રહેલી દુકાનો જેવા હશે જે પેટીએમના વ્યવસાયિક પ્રતિનિધિના સ્વરૂપે કાર્ય કરશે અને બચત ખાતા ખોલવા, પૈસા જમા કરાવવા અથવા તો પૈસા કાઢવા જેવી સગવડો ઉપ્લબ્ધ કરાવશે. પહેલા ચરણમાં પેટીએમ દિલ્હી એનસીઆર, લખનઉ, કાનપુર, અલાહબાદ, વારાણસી અને અલીગઢ સહિત પસંદગી પામેલા શહેરોમાં 3 હજાર પેટીએમનું એટીએમ લગાવવામાં આવી રહ્યું છે.

17 કરોડ સેવિંગ્સ અને વોલેટ એકાઉન્ટ્સ સાથે પેટીએમ પેમેન્ટ બેન્ક બેન્કિંગ ઈન્ડસ્ટ્રીઝમાં નવું બિઝનેસ મોડલ તૈયાર કરવાની ઈચ્છા ધરાવી રહ્યું છે, જેના દ્વારા આ સર્વિસને દેશભરના 5 કરોડ લોકો સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. મે 2017માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બ્રાંચ ઓથોરાઈઝેશન પોલિસીને સરળ બનાવી દીધી છે અને બેન્ક બોર્ડ્સની ભૂમિકા નવા નિર્દેશો સાથે આનુ પાલન સુનિશ્ચિત કરાવવા સુધી વિસ્તૃત કરી દેવામાં આવી છે.