સરકારે ચર્મ અને કૃષિ સહિતના ક્ષેત્રો માટે 8500 કરોડના ઈન્સેન્ટિવની જાહેરાત કરી

નવી દિલ્હીઃ સરકારે દેશમાંથી નિકાસ વધારવા માટે ચર્મ અને કૃષિ સહિત વિભિન્ન ક્ષેત્રોને 8,450 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે. જીએસટી લાગુ થવાથી બાધિત થયેલા નિકાસના વ્યવસાયને વેગ આપવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. જો કે ગુજરાત ચૂંટણી પહેલા થવું તેને ચૂંટણીલક્ષી માનવામાં આવી રહ્યું છે. ગુજરાત ચૂંટણીમાં જીએસટીનો મુદ્દો મહત્વનો છે અને આને લઈને વેપારીઓના વોટ ખોવા પડશે તેવો ડર ભાજપને સતાવી રહ્યો છે.વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન સુરેશપ્રભુએ 2015થી 2020 સુધીની વિદેશ વ્યાપાર નીતિની સમીક્ષા કર્યા બાદ નિકાસકારોને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે શ્રમિક અને સૂક્ષ્મ એમએસએમઈ જેવા ક્ષેત્રોમાં વસ્તુ સાથે સાથે સેવા નિકાસ માટે પ્રોત્સાહનની રકમને બે ગણી વધારી દેવામાં આવી છે. સંશોધિત એફટીપીમાં શ્રમિક ઉદ્યોગો, અન એમએસએમઈથી વર્તમાન એમઈઆઈએસ અંતર્ગત થનારી પૂરી નિકાસ પર પ્રોત્સાહન દરમાં બે ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે. આના કારણે કુલ મળીને 4,567 કરોડ રૂપિયાથી વધારે રકમ આ ક્ષેત્રોમાં ઉપ્લબ્ધ કરાવવામાં આવશે. આનો લાભ ચર્મ ઉદ્યોગ, કૃષિ ઉદ્યોગ શિલ્પ અને સમુદ્રી ઉત્પાદન ક્ષેત્રને મળશે. તો આ સાથે જ સેવા ક્ષેત્રના નિકાસને પ્રોત્સાહિત કરવા માટે ભારતથી એસઈઆઈએસમાં પ્રોત્સાહન દરને બે ટકા વધારવામાં આવ્યો છે. આમાં પણ 1,140 કરોડ રૂપિયા જેટલી સહાય આપવામાં આવશે.