બીએસઈ-એસએમઈ પર પેસ ઈ-કોમર્સ વેન્ચર્સ લિસ્ટ થઈ

મુંબઈ તા. 21 ઓક્ટોબર, 2022: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 405મી કંપની તરીકે પેસ ઈ-કોમર્સ વેન્ચર્સ લિમિટેડ લિસ્ટ થઈ છે. પેસ ઈ-કોમર્સ વેન્ચર્સે રૂ.10ની મૂળ કિંમતના 64,59,600 ઈક્વિટી શેર્સ રૂ.103ની કિંમતે ઓફર કરીને રૂ.66.53 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 13 ઓક્ટોબર, 2022ના રોજ સંપન્ન થયો હતો. કંપનીના પબ્લિક ઈશ્યુની લીડ મેનેજર અમદાવાદ સ્થિત ઈન્ટરએક્ટિવ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ હતી.

પેસ ઈ-કોમર્સ વેન્ચર્સ મહારાષ્ટ્ર સ્થિત કંપની છે,જેની રજિસ્ટર્ડ ઓફિસ પુણેમાં છે. કંપની બાળકો માટેના ફર્નિચર, બેડસ, ઘરવપરાશની ચીજો અને અન્ય આવશ્યક ચીજોનું ઉત્પાદન કરે છે. કંપનીના પ્રોડક્ટ  પોર્ટફોલિયોમાં બેડસ અને પારણાં, ખુરશીઓ, સ્ટોરેજ અને ઓર્ગેનાઈઝર્સ, પ્લેરૂમ ફર્નિચર, બિન્સ, બાસ્કેટ્સ, ડેકોર અને એક્સેસરીઝ, કિડ્સ બેડિંગ, બેબી બેડિંગ, બેબી એન્ડ કિડ્સ માટેની આવશ્યક ચીજો , સ્પોર્ટ્સનાં સાધનો, કલા અને હસ્તકલાની ચીજો, ગેમ્સ અને પઝલ્સ, સ્કીટર્સ અને રાઈડ ઓન્સ, ઢીંગલીઓ અને સોફ્ટ ટોય્ઝ આદિ છે. કંપની બિઝનેસ ટુ કંઝ્યુમર અને બિઝનેસ ટુ બિઝનેસ ગ્રાહકો માટે પ્રિન્ટિંગ અને પ્રોડક્ટ્સના ઉત્પાદનનું કામ પણ કરે છે.

અત્યાર સુધીમાં બીએસઈ એસએમઈ પરથી 152 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. લિસ્ટેડ 404 કંપનીઓએ બજારમાંથી રૂ.4,412 કરોડ એકત્ર કર્યા છે, જેમનું માર્કેટ કેપિટલાઈઝેશન હાલમાં રૂ.62,000 કરોડ છે.