મુંબઈઃ બેંકોએ સરેરાશ 9.85 ટકા લોન ફસાયેલી હોવાનું કારણ ભારત એવા દેશોના સમૂહમાં જોડાઈ ગયું છે કે જે દેશોના નોન-પરફોર્મિંગ એસેટ્સ ખૂબ વધારે છે. માત્ર યૂરોપિયન યૂનિયનના ચાર દેશ જ આ મોર્ચે ભારતથી આગળ છે. આ લિસ્ટમાં સમાવિષ્ટ, પોર્ટુગલ, ઈટાલી, આયરર્લેંડ, ગ્રીસ અને સ્પેનને પિગ્સ પણ કહેવામાં આવે છે.
રેટિંગ્સ એજંસી કેરના એક શોધપત્ર અનુસાર ભારતનો એનપીએ રેશિયો હાઈ એનપીએ વાળા દેશોમાં સૌથી વધારે છે. ભારતના એનપીએમાં રીસ્ટ્રક્ચર્ડ એસેટ્સ પણ સમાવિષ્ટ નથી જે એનપીએથી આશરે 2 ટકા વધારે છે. પિગ્સ દેશોમાં સ્પેનની બેડ લોનનો રેશિયો ભારતથી ઓછો છે.
કેરના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનૈવિસે રિપોર્ટમાં જણાવ્યું કે એનપીએની સમસ્યાની ગંભીરતાને આખા તંત્રમાં ફસાયેલા એસેટ્સના સંપૂર્ણ સ્તરના રૂપમાં જોઈ શકાય છે. 2015માં જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ એસેટ્સ ક્વોલિટી રેકગ્નિશનની વાત કહી ત્યારથી આ એસેટ્સની ઓળખ કરવાની ગતીમાં વધારો નોંધાયો છે. યૂરોપીય રાષ્ટ્રોમાં બેડ લોન્સની સમસ્યા ખૂબ જૂની છે જ્યારે આપણા ત્યાં માત્ર બે વર્ષ પહેલા જ આની ઓળખ થઈ શકી છે.