ઓનલાઈન કંપનીઓ MRP અને કેર ડિટેલ્સ નહીં લખે તો થશે દંડ અને જેલઃ સરકાર

મુંબઈઃ ઓનલાઈન લેવડદેવડના વધી રહેલા વ્યવસાયને જોતા સરકારે ઈ કોમર્સ કંપનીઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે. ઓનલાઈન કસ્ટમર્સના અધિકારોની રક્ષા માટે સરકારે 1 જાન્યુઆરી 2018થી તમામ ઈ કોમર્સ કંપનીઓને પોતાની વસ્તુઓ પર એમઆરપી સાથે એક્સપાયરી ડેટ અને કસ્ટમર કેર ડિટેલ્સ પણ લખવી પડશે. 1 જાન્યુઆરીથી જો ઈ કોમર્સ કંપનીઓ આ નિયમોનું પાલન ન કરે તો તેમને પેનલ્ટીની સાથે જેલવાસ પણ ભોગવવો પડી શકે છે. કંપનીઓને આ જાણકારી મોટા અક્ષરે લખવી પડશે જેના કારણે તેને સરળતાથી વાંચી શકાય.

 

 

ધ લીગલ મેટ્રોલઝી નિયમ 2017 અંતર્ગત પેકિંગ કરતા પહેલા વસ્તુઓને રેગ્યુલેટ કરી શકાશે, જેમાં એમઆરપી, એક્સપાયરી ડેટ, પ્રોડક્ટ બનાવનારી કંપનીની જાણકારી અને સાથે જ પ્રોડક્ટની જાણકારી આપવી પડશે. ઈ કોમર્સ કંપનીઓ વિરૂદ્ધ વધી રહેલી ફરીયાદોને જોતા તેમને પણ નિયમો અંતર્ગત લાવવામાં આવ્યા છે.

એક્ટ અનુસાર ઈકોમર્સ કંપનીઓ કે જે પ્રી પેકેજ્ડ પ્રોડક્સ પર જાણકારી નહી લખવામાં આવી હોય તેમના પર પ્રથમવારમાં 25 હજાર રૂપીયા અને બીજીવારમાં 50 હજાર રૂપીયા અને ત્રીજીવાર 1 લાખ રૂપીયાનો દંડ લાગશે અને ત્યારબાદ એક વર્ષની જેલ પણ થઈ શકે છે. તો આ સિવાય અન્ય જાણકારીઓ સિવાય ઈ કોમર્સ કંપનીઓ પર સેલર્સને મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ, નેટ કોન્ટિટી, દેશ અને કસ્ટમર કેર ડિટેલ્સ આપવી પડશે.