મુંબઈ – એક સર્વેક્ષણ પરથી માલુમ પડ્યું છે કે ભારતમાં આ વખતની તહેવારોની મોસમમાં સ્માર્ટફોન્સનું ઓનલાઈન વેચાણ 100 ટકા વધી ગયું હતું.
ટેક્નોલોજીને લગતી અન્ય પ્રોડક્ટ્સ, જેમ કે લેપટોપ્સના ઓનલાઈન વેચાણમાં પણ ઉછાળો આવ્યો છે.
ગયા વર્ષે તહેવારોની મોસમની સરખામણીમાં આ વર્ષે લેપટોપ્સનાં ઓનલાઈન વેચાણમાં 150 ટકાનો વધારો જોવા મળ્યો છે.
એચપી, ડેલ અને લેનોવો બ્રાન્ડ સૌથી વધારે ડીમાન્ડમાં રહી હતી. આ બ્રાન્ડ્સની પ્રાઈસ રેન્જ રૂ. 30 હજારથી નીચે હતી.
કરિયાણાની ચીજવસ્તુઓનું ઓનલાઈન વેચાણ પણ આ વખતે ખાસ્સું એવું વધારે રહ્યું હતું. ગયા વર્ષની સરખામણીમાં એમાં 200 ટકાનો વધારો જોવા મળ્યો. આનું કારણ છે, ટોચની બ્રાન્ડ્સ દ્વારા ઓફર કરાયેલા આકર્ષક ડિસ્કાઉન્ટ.
માર્કેટ શેર હાંસલ કરવા માટે અને વેચાણ વધારવા માટે ટોચની બ્રાન્ડ્સે ગ્રાહકોને હેવી અને આકર્ષક ડિસ્કાઉન્ટ્સ ઓફર કર્યાં હતાં.
ફર્સ્ટ-ટાઈમ ઓનલાઈન શોપર્સ માટે ગ્રોસરી સૌથી લોકપ્રિય સેગમેન્ટ બની રહ્યું.
હોમ એપ્લાયન્સીસ અને બ્યુટી પ્રોડક્ટ્સના ઓનલાઈન વેચાણમાં અનુક્રમે 70 ટકા અને 125 ટકાનો વધારો રહ્યો.