એમેઝોન અને ફ્લિપકાર્ટ સાણસામાં… આ છે કારણ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તે વાતને સમર્થન આપ્યું છે કે તે ઇકોમર્સ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટે ભારતના વિદેશી હૂંડિયામણના નિયમનો ભંગ કર્યો છે કે નહી તેની તપાસ કરી રહી છે. ઇડીએ દિલ્હી હાઇકોર્ટને 31મી ઓક્ટોબરે દેશની બે સૌથી મોટી ઓનલાઇન રિટેલ કંપનીઓ પર સીધા વિદેશી મૂડીરોકાણના નિયમના ભંગના આરોપની જાહેર હિતની અરજીના સંદર્ભમાં આપેલા જવાબમાં આ વાત કરી હતી.

ટેલિકોમ વોચડોગ, એનજીઓએ ઇકોમર્સ જાયન્ટ સામે એફડીઆઇ ધારાધોરણોનો ભંગ કર્યાની ફિરયાદ કરી છે. તેઓ પર પ્રોક્સી સેલરો દ્વારા લોકપ્રિય પેદાશો સસ્તા દરે ઓફર કરવાનો આરોપ છે. આ રીતે તેઓ નાના કારોબારો અને વેપારીઓને સ્પર્ધામાંથી દૂર કરી રહ્યા છે.

ઇડીને ફ્લિપકાર્ટ અને એમેઝોન સામે હેન્ડસેટ ઉત્પાદકોના લોબી જૂથની ફરિયાદ મળી હતી. વિભાગે કોર્ટને જણાવ્યું હતું કે તેણે આ ફરિયાદ નોંધી છે અને ફોરીન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999 હેઠળ એમેઝોન અને ફ્લિપકાર્ટ સામે તપાસ શરૂ કરી છે. દિલ્હી હાઇકોર્ટે આ સંદર્ભમાં 30મી જુલાઈના રોજ નોટિસ પાઠવી હતી અને આ કેસની સુનાવણી હવે 19મી નવેમ્બરે થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]