રોકાણકાર જાગૃતિ માટે એનએસઈ, મહારાષ્ટ્ર સરકાર, મનીબી ઈન્સ્ટિટ્યૂટ વચ્ચે કરાર

મુંબઈ તા.14 જૂન, 2023: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ)એ હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, મહારાષ્ટ્ર સરકાર અને મનીબી ઈન્સ્ટિટ્યૂટ પ્રાઈવેટ લિમિટેડ સાથે એક ત્રિપક્ષી સમજૂતી કરાર કર્યો છે, જેનો હેતુ લોકોને મૂડીબજારમાં રોકાણ કરવા સંબંધિત વિવિધ પાસાં પ્રતિ જાગૃત કરવાનો છે. લોકો રોકાણ અંગેનો નિર્ણય યોગ્ય માહિતી અને જાણકારીના આધારે લઈ શકે એ માટે પ્રેક્ટિકલ જ્ઞાન પૂરું પાડવાનો હેતુ આ સમજૂતી કરારનો છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, હાયર ટેકનિકલ એન્ડ ટેકનિકલ એજ્યુકેશન પ્રધાન ચંદ્રકાંત પાટીલ, નેશનલ સ્ટોક એક્સચેન્જના ચીફ મેનેજર અમીષ પટેલ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે નાણાકીય સાક્ષરતા એ અત્યારના સમયની તાતી આવશ્યકતા છે. એનએસઈ અને મનીબી દ્વારા કરવામાં આવેલા કરાર મારફત લાખો લોકોસાક્ષર બનશે. આવી પહેલ કરનારું મહારાષ્ટ્ર સૌપ્રથમ રાજ્ય છે, જ્યાં લોકોને સાઈબર છેતરપિંડીથી, પોન્ઝી સ્કીમ્સથી કેમ બચવું અને ક્યાં કેવી રીતે રોકાણ કરવું એની માહિતી પૂરી પાડવામાં આવશે. આ પહેલ બદલ હું. એનએસઈ અને મનીબીને અભિનંદન આપું છું.

એનએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે  મહારાષ્ટ્ર સરકાર અને મનીબી ઈન્સ્ટિટ્યૂટ સાથે કરવામાં આવેલા આ સમજૂતી કરાર અમારી રોકાણકાર જાગૃતિ અને નાણાકીય સાક્ષરતા પ્રતિની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. અમે આ સહયોગ સફર શરૂ કરી રહ્યા છીએ ત્યારે અમે યોગ્ય નિર્ણય કરવા આવશ્યક માહિતી પૂરી પાડવા કટિબદ્ધ છીએ.

મનીબી ઈન્સ્ટિટ્યૂટ પ્રા. લિ,નાં ડિરેક્ટ શિવાની દાની વાનખેરેએ કહ્યું કે આવા નક્કર રસ્તે નાણાકીય સાક્ષરતા ઝુંબેશ ચલાવનારું મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની આગેવાની અને એનએસઈના ટેકા દ્વારા મહારાષ્ટ્રના નાગરિકો છેતરપિંડીથી બચી શકશે.