UPI પેમેન્ટ્સના વ્યવહારો પર કોઈ ચાર્જ નહીં લેવામાં આવે

બેંગલુરુઃ છેલ્લાં કેટલાંક વર્ષોમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દેશમાં ચુકવણીનો પસંદગીનો પ્રકાર અને સમાવેશી પદ્ધતિ બની ગઈ છે. રિઝર્વ બેન્કના ડેટા મુજબ ચુકવણીની પ્રણાલી મુજબ પ્રતિ દિન રૂ. 26 કરોડથી વધુ ડિજિટલ ચુકવણીના વ્યવહારો થાય છે, જેમાં UPI પ્રણાલીથી બે તૃતીયાંશથી વધુ વ્યવહારો થાય છે. ગયા સપ્તાહે જ્યારે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ UPI લેવડદેવડ પર 1.1 ટકાના ઇન્ટરચેન્જ ફી લેવા સંબંધમાં સર્ક્યુલર જારી કર્યો હતો અને એ પણ સવાલ હતો કે શું ગ્રાહકો પાસેથી UPI લેવડદેવડ માટે ફી લેવામાં આવશે?

પરંતુ રિટેલ પેમેન્ટ્સ અને સેટલમેન્ટ બોડીએ તરત સ્પષ્ટતા કરી હતી કે બેન્ક ખાતા આધારિત UPI ચુકવણી માટે બેન્ક ખાતા માટે કોઈ ચાર્જ લેવામાં નહીં આવે અને એ ઇન્ટરચેન્જ ચાર્જ માત્ર પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન્સ માટે રજૂ કરવામાં આવ્યું છે. પેટીએમના CEO અને સંસ્થાપક વિજય શેખર શર્માએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ગ્રાહકો પાસેથી બેન્ક ખાતાં અથવા વોલેટ (રૂપે ક્રેડિટ કાર્)માંથી UPI ચુકવણી માટે કોઈ ચાર્જ નહી લેવામા આવે.

વેપારીઓ માટે – માત્ર જો તેઓ સ્વીકાર કરવા માટે સહમત છે અને QR કંપની દ્વારા લગાવવામાં આવેલા કોઈ પણ ચાર્જની ચુકવણી કરવા માટે યોગ્ય છે- તો એ સક્રિય થશે. હાલ સરકાર ચુકવણી માટે વેપારીઓ માટે વસૂલવામાં આવતા ચુકવણીના ચાર્જની ચુકવણી કરી રહી છે. તેમણે કહ્યું હતું કે એક એપ્રિલ, 2023થી વેપારી શ્રેણીઓ માટે રૂ. 2000થી વધુ વેપારી ચુકવણી પર ઇન્ટરચેન્જ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે.