રેપો રેટમાં સતત સાતમી-વાર કોઈ ફેરફાર નહીંઃ RBI MPC

નવી દિલ્હીઃ કેન્દ્રીય બેન્ક રિઝર્વ બેન્કની MPCએ ધિરાણ નીતિની સમીક્ષા કરી હતી. રિઝર્વ બેન્કની MPCS  ફરી એક વાર વ્યાજદરોને યથાવત્ રાખ્યા છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ ચાર ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર સ્થિર રાખ્યા છે. સતત સાતમી વાર MPCએ વ્યાજદરોમાં કોઈ બદલાવ નથી કર્યો. RBIની ધિરાણ નીતિ સમિતિની દ્વિમાસિક ત્રણ દિવસીય બેઠક ચોથી ઓગસ્ટે શરૂ થઈ હતી અને છઠ્ઠી ઓગસ્ટ સુધી ચાલી હતી. આ સાથે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ (MSFR) અને બેન્ક રેટ 4.25 ટકા રહેશે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે પોલિસીનું સ્ટેન્ડ હજી પણ એકોમોડેટિવ રાખવામાં આવ્યું છે. એકોમોડેટિવ વલણ એટલે કે RBIનું ફોકસ વ્યાજદર ઓછા રાખીને અર્થતંત્રને વેગ આપવો.

RBI નાણાકીય વર્ષ 2021-22 માટે GDP ગ્રોથ 9.5 ટકા રહેવાનો અંદાજ છે. તેમણે કહ્યું હતું કે નીતિની સમીક્ષાની પહેલી પ્રાથમિકતા ગ્રોથ વધારવાનો અને અર્થતંત્રની મુશ્કેલીઓ દૂર કરવાનો છે. તેમણે કહ્યું હતું કે કોરોના સંક્રમણની બીજી લહેરથી દેશ અને રસીકરણ વધવાથી આર્થિક કામકાજમાં વધારો થશે.

રિઝર્વ બેન્કે નાણાં વર્ષ 2022 માટે મોંઘવારીનો અંદાજ 5.1 ટકાથી વધારીને 5.7 ટકા કરવામાં આવ્યો છે.