ઇન્કમ-ટેક્સમાં ફેરફાર નહીં, ક્રિપ્ટોકરન્સીની આવક પર 30-ટકા ટેક્સ

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં સામાન્ય બજેટ 2022-23 રજૂ કર્યું હતું. નાણાપ્રધાને બજેટમાં કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર 15 ટકા ટેક્સ લાગશે. તેમણે સરચાર્જને 12 ટકાથી ઘટાડીને સાત ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે ક્રિપ્ટો કરન્સીની આવક પર હવે 30 ટકા ટેક્સ લાગશે, જ્યારે દરેક પ્રકારે કેપિટલ ગેઇન પર હવે 15 ટકા ટેક્સ, વર્ચુઅલ એસેટ ચુકવણી પર એક ટકો TDS નો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. તેમણે ડિજિટલ એસેટ ટ્રાન્સફર પર 30 ટકા ટેક્સનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ ઉપરાંત નાણાપ્રધાને બજેટમાં મુખ્ય જાહેરાતો નીચે મુજબ કરી છે.

  • નવા સ્ટાર્ટઅપમાટે ટેક્સ છૂટ એક વર્ષ વધારવામાં આવી છે.
  • ટેક્સ સિસ્ટમને વધુ સરળ બનાવવા પર ભાર
  • બે વર્ષની અંદર અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની સુવિધૉ
  • 2022-23માં રૂ. 39.45 લાખ કરોડનું બજેટ
  • મેક ઇન ઇન્ડિયા હેઠળ 60 લાખ રોજગારીનું સર્જન
  • રાજ્યોને GDPના ચાર ટકા નાણાકીય ખાધની છૂટ
  • શહેરોમાં જાહેર ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન
  • સરકાર માટે ઓનલાઇન ઈ-બિલ સિસ્ટમ
  • RBI દ્વારા ડિજિટલ રૂપી જારી કરવામાં આવશે
  • ઇન્કમ-ટેક્સમાં ફેરફાર નહીં
  • માર્કેટ બોરોઇંગ લક્ષ્ય 14,95 લાખ કરોડ