નાણાપ્રધાન દ્વારા બજેટમાં ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન સંસદમાં નાણાકીય વર્ષ 2022-23 માટેનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. તેમનું આ ચોથું બજેટ છે. નાણાપ્રધાને ઘોષણા કરી હતી કે કોરોનાને પગલે છેલ્લાં બે વર્ષથી સ્કૂલોમાં બાળકોના શિક્ષણને ભારે નુકસાન થયું છે. જેથી એની ભરપાઈ માટે એક ક્લાસ 1 ટીવી ચેનલની ગણતરી 12થી વધારીને 200 સુધી કરવામાં આવશે.

આ સિવાય ટીચર્સને ડિજિટલ ટુલ્સથી લેસ કરવામાં આવશે.જેથી તેઓ પ્રાદેશિક ભાષામાં વર્લ્ડ ક્લાસ શિક્ષણ બાળકોને આપી શકે. પ્રાદેશિક ભાષાઓમાં ધોરણ 1થી 12 માટે ફ્રી ટીવી ચેનલની ગણતરી વધારીને 200 સુધી કરવામાં આવશે. આ ઉપરાંત હાલની પરિસ્થિતિઓને જોતાં ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવશે. એના માટે ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. યુનિવર્સિટીમાં સ્થાનિક ભાષામાં ICT (ઇન્ફોર્મેશન, કોમ્યુનિકેશન ટેક્નોલોજી) ફોર્મેટ પર શિક્ષણ મળશે.

સ્કિલ ડેવલપમેન્ટ અને આજીવિકા માટે ડિજિટલ ઇકોસિસ્ટમ લોન્ચ કરવામાં આવશે. એને ઉદ્દેશ ઓનલાઇન ટ્રેનિંગના માધ્યમથી નાગરિકોને સ્કિલ, રિસ્કિલ અને અપસ્કિલ પ્રદાન કરવાનું રહેશે અને તકો શોધવા માટે API આધારિત સ્કિલ ક્રેડે ન્શિયલ અને પેમેન્ટ લેયર્સ પણ હશે.