નવી દિલ્હીઃ સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ, ડિઝલ સહિત ઈંધણના ભાવમાં વધારો કે ઘટાડો કરવાનું અટકાવ્યાને 20 દિવસ થઈ ગયા છે. ક્રૂડ તેલના વૈશ્વિક ભાવમાં વધ-ઘટ થયા કરે છે તેથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ થોભો-અને-રાહ-જુઓની નીતિ અપનાવી છે. જુલાઈમાં ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ 70 ડોલર સુધી ઘટી ગયા હતા, પણ ત્યારબાદ ફરી વધીને 77 ડોલર થયા હતા, પછી વળી ઘટીને 70 ડોલર થયા હતા અને આ મહિને પ્રતિ બેરલ 75 ડોલર સુધી વધી ગયા છે.
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 101.84 છે જ્યારે ડિઝલનો ભાવ પ્રતિ લીટર રૂ.89.87 છે. આ ભાવ ગઈ 18 જુલાઈથી સ્થગિત થયેલો છે.