નવી દિલ્હીઃ જાપાનની કાર નિર્માતા કંપની નિસાને ભારત વિરૂદ્ધ ઈન્ટરનેશનલ આર્બિટ્રેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંતર્ગત કંપનીએ ભારત પર સ્ટેટ ઈન્સેન્ટિવ તરીકે 5 હજાર કરોડ રૂપિયાની ચૂકવણી ન કરવાની માંગણી કરી છે. ગત વર્ષે નિસાને વડાપ્રધાન મોદીને લીગલ નોટિસ મોકલી હતી. આ નોટિસમાં તામિલનાડુ સરકાર ઈન્સેન્ટિવ તરીકે કાયદેસર રીતે પેમેન્ટની માંગણી કરવામાં આવી હતી. કપનીએ 2008માં તમિલનાડુમાં સરકાર સાથે સમજુતી અંતર્ગત રાજ્યમાં કાર મેન્યુફેક્ચરિંગ પ્લોટ લગાવ્યો હતો.
નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં અધિકારીઓ દ્વારા 2015માં ચૂકવણી માટે વારંવાર વિનંતી કરવામાં આવી હતી, પરંતુ રાજ્યના અધિકારીઓએ આને નજરઅંદાજ કરી હતી. ત્યાં સુધી કે કંપનીના ચેરમેન કાર્લોસ ઘોસ્નએ ગત વર્ષે માર્ચમાં વડાપ્રધાન મોદી પાસે મદદ માંગી હતી, પરંતુ તેનું પણ કોઈ પરિણામ ન આવ્યું.
જૂલાઈ 2016માં નિસાનના વકીલો દ્વારા મોકલાવેલી નોટિસ બાદ ભારત સરકાર અને તમિલનાડુ સરકારે નિસાનના અધિકારીઓ વચ્ચે એક ડઝનથી વધારે બેઠક યોજાઈ હતી. ભારત સરકારના અધિકારીઓએ નિસાનને ભરોસો આપ્યો હતો કે તમને તમારા પૈસા આપવામાં આવશે અને આ મુદ્દાને કાયદાકીય રીતે ન લડવામાં આવે. પરંતુ આમ છતા ઓગસ્ટમાં નિસાને ભારત સરકારને એક આર્બિટેજર નિયુક્ત કરવાની ચેતવણી આપી હતી. પ્રથમ આર્બિટ્રેશન સુનાવણી ડિસેમ્બરમાં મધ્યમાં થશે.