નવી દિલ્હીઃ લેબર મંત્રાલય આગામી નાણાકીય વર્ષમાં નવા શ્રમ કાયદાને લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. નવા શ્રમ કાયદાઓને અંતિમ રૂપ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. નવા શ્રમ કાયદાઓના અમલ થયા પછી દેશના શ્રમ માર્કેટમાં સુધારેલા નિયમોનો નવો દોર શરૂ થશે.
15 મિનિટ પણ કામ કરવા માટે ઓવરટાઇમ
સરકાર નવા શ્રમ કાયદા હેઠળ ઓવરટાઇમની હાલની સમયમર્યાદામાં ફેરફાર કરશે. કામના નિર્ધારિત કલાકો કરતાં 15 મિનિટથી વધુ સમય કામ કરવા બદલ ઓવરટાઇમ ગણાશે. કંપનીઓએ તેમના કર્મચારીઓને ઓવરટાઇમની ચુકવણી કરવી પડશે. હાલના નિયમો હેઠળ આ સમયમર્યાદા 30 મિનિટની છે. આ કાયદાઓની પ્રક્રિયાઓને આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. એ પછી આ નિયમોને લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
PF અને ESIના નિયમો
નવા કાયદાઓમાં કંપનીઓએ સુનિશ્ચિત કરવું પડશે કે તમામ કર્મચારીઓને પીએફ અને ઈએસઆ જેવી સુવિધા મળે. કોઈ કંપની એ માટે ના નહી પાડી શકે કે એ કોન્દ્રાક્ટ અથવા થર્ડ પાર્ટી દ્વારા થઈ છે. આ સિવાય કરાર અથવા થર્ડ પાર્ટી હેઠળ કામ કરનારાઓને સંપૂર્ણ પગાર મળશે, જેની કંપની દ્વારા ખાતરી કરવામાં આવશે.